________________
છે. તેને સહી લેવામાં જ શ્રેય છે. તેથી એવા પ્રસકે તેઓ ઉગ કરતા નથી, શોક કરતા નથી, રડતા નથી અને આકંદ પણ કરતા નથી. ઉદ્વેગ શોક રુદન અને આક્રંદ અનુક્રમે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ દુ:ખનિમિત્તક અવસ્થાઓ છે, જેનું સ્વરૂપ આપણને પ્રતીત છે જ.
આવી રીતે જ ભૂતકાળના પુણ્યના ઉદયમાં પ્રામ થયેલી અનુકૂળતામાં હાસ્ય કે રમતગમતને પૂ. સાધુભગવંતો કરતા નથી. મોક્ષની સાધનાના માર્ગે અનવરત પ્રયાણ કરનારા મુમુક્ષુઓને નોકષાયની પરવશતા કોઈ પણ રીતે પાલવે એમ નથી. સાહજિક મનાતી પ્રવૃત્તિ પણ મુમુક્ષુઓ માટે સિદ્ધિમાં અવરોધરૂપ બનતી હોય છે. તેથી ઉગાદિ અને હાસ્યાદિને પરવશ ન બનનારા ભાવભિક્ષુ છે; જેઓ
ક્યારે પણ, પુદ્ગલના સ્વરૂપને જાણતા હોવાથી અશુભ પુલોની જુગુપ્સા કરતા નથી. ર૭-૧પના
ચિરપરિચિત એવા શરીરની ઉપેક્ષાથી પ્રગટ થનારા ભાવભિક્ષુના સ્વરૂપને વર્ણવાય છેइदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् । अशाश्वतं च मत्वा यः, शाश्वतार्थं प्रवर्तते ॥२७-१६॥
શ્લોકાર્થ ખૂબ જ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર
ÖGTOGGGGGG oooooooooooooooDO,
ത്തരത്ത ooo00000000000000