Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ‘ઈન્દ્રિયોને માટે કાંટાજેવા આક્રોશાદિને જે સહન કરે છે અને પ્રતિમાધ્યાને સ્મશાને રહેલા જે, ભયોથી ડરતા નથી, તે ભાવવિભક્ષુ છે.'’-આ પ્રમાણે સાતમા શ્લોકનો અર્થ છે. એનો ભાવ સમજી શકાય છે કે ગમે તે કારણે પોતાની ઉપર કોઈ આક્રોશ, વધ કે તાડનાદિ કરે તો પૂ. સાધુ મહાત્મા તેનો પ્રતિકાર ન કરે પરંતુ તેને સહન કરે. પગમાં કાંટો વાગવાથી જેમ દુ:ખ થાય છે, તેમ આક્રોશાદિના કારણે ઈન્દ્રિયોને દુ:ખ થાય છે. તેથી આક્રોશ, પ્રહાર, તિરસ્કાર આદિને ગ્રામકંટક તરીકે વર્ણવ્યા છે. આ પ્રમાણે આક્રોશાદિને સહન કરનારા અને પ્રતિમાધ્યાને સ્મશાનમાં રહેલા જે મહાત્માઓ ભૂત-પ્રેતાદિના ભયોથી ભયભીત થતા નથી, તેઓ ભાવભિક્ષુ છે. ભાવભિક્ષુઓ ભયથી રહિત હોય છે, એના કારણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છે. અર્થાદ્ ભયરહિત અવસ્થા જેથી પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ વર્ણવાય છે ||0-0èII आक्रुष्टो वा हतो वाऽपि लूषितो वा क्षमासमः । व्युत्सृष्टत्यक्तदेहो योऽनिदानश्चाकुतूहल: ।।२७-८|| “આક્રોશ કરાયા હોય, હણાયા હોય અથવા કપાયા girlJGOGJO അൽ GJJJJJJJ ૯

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50