Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ “જેઓ ભવિષ્યમાં કામ લાગશે એમ સમજીને અશન પાન વગેરે પોતાની પાસે રાખતા નથી, તેમ જ પોતાના સાધર્મિકોની ભક્તિ કરીને જ વાપરે છે અને જેઓ વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, તેઓ ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આજે અથવા કાલે કામ લાગશે એમ સમજીને ભવિષ્યકાળ માટે આહાર, પાણી કે ઔષધ વગેરે પૂ. સાધુભગવંતોએ પોતાની પાસે રાખવાનાં નથી. વર્તમાનમાં જેટલું ઉપયોગી હોય તેટલું જ રાખીને તે વખતે જ તે આહાર પાણી વગેરે તેઓ વાપરે છે. અન્યથા સન્નિધિ રાખવાથી તે ગૃહસ્થ જેવા થવાય છે. - વર્તમાનમાં પણ જે વાપરવાનું છે, તે પોતાના જેવા સાધર્મિકોને નિમંત્રીને તેમની ભક્તિ કરવા પૂર્વક વાપરવાનું છે. તેથી સાધર્મિક વાત્સલ્યની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે, જે દર્શનાચારવિશેષ છે. આ વાત નિમજ્જૈવ આ પદથી શ્લોકમાં જણાવી છે. તેમ જ વાપર્યા પછી પૂ. સાધુભગવંતો સ્વાધ્યાયને કરનારા છે. આ વાત જણાવીને ઉપલક્ષણથી સ્વાધ્યાય અહીંના ‘’ પદના ઉપાદાન દ્વારા એ જણાવ્યું છે કે સંયમજીવનના વિહાર વૈયાવૃત્ય... વગેરે અનુષ્ઠાનમાં તત્પર રહી અપ્રમાદી બનવું, પણ નિદ્રા વિઠ્યાદિ પ્રમાદ ન કરવો. એવા અપ્રમાદી; સન્નિધિથી રહિત અને સાધર્મિકોનું વાત્સલ્ય કરનારા ભાવભિક્ષુ કહેવાય 666666666 00000000000000000 00000000000000000

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50