Book Title: Bhikshu Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ માયા ન સેવે, તેની પ્રાપ્તિથી માન ન કરે અને તે ન મળે તો ક્રોધ ન કરે : આ રીતે ચાર કષાયનું વમન કરનારા ભિક્ષુ છે. વમનમાં અને ત્યાગમાં થોડો ફરક છે. ત્યજેલી વસ્તુ કોઈ વાર આપણે લઈ પણ લેતા હોઈએ છીએ. પરંતુ વમેલું તો કોઈ પણ સંયોગોમાં પાછું લેતા નથી અને ઈચ્છતા પણ નથી. એ પ્રમાણે અહીં કષાયોનો ત્યાગ વમન-સ્વરૂપ છે-એ સમજી શકાય છે. ર૭-૩ કષાયોનું વમન કર્યા પછી પ્રાપ્ત થયેલા લક્ષણને આશ્રયીને ભાવભિક્ષુનું સ્વરૂપ વર્ણવાય છેनिर्जातरूपरजतो, गृहियोगं च वर्जयेत् । सम्यग्दृष्टिः सदाऽमूढस्तथा संयमबुद्धिषु ॥२७-४॥ જેઓ સોનું અને રૂપું વગેરે બાહ્યપરિગ્રહ તથા મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહથી રહિત છે, મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ રાખતા નથી, તેમ જ સંયમની બુદ્ધિને વિશે મૂઢતાથી રહિત છે એવા સમ્યગ્દષ્ટિ; ભાવભિક્ષુ છે.” આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્યથી કપાયનો હાસ થયા પછી આ સંસારમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે મમત્વ રહેતું નથી. તેથી સુવર્ણાદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહને તેમ જ પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, 6666666666 00000000000000000 ത്തരത്തത്ത 00000000000000000

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50