Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 189
________________ દુઃખોથી ભય પામેલો, સિદ્ધિના સુખોને ઇચ્છતો વરદત્ત નામનો રાજા ઊઠીને અંજલિ જોડીને કહે છે કે હે નાથ! આપના વડે જે કહેવાયું છે તે તેમ જ છે એમાં કાંઈ શંકા નથી. પ્રાયજીવોને સંસારના દુઃખો પ્રત્યક્ષ છે છતાં મૂઢ જીવો આને જાણતા નથી. પોતાની દીક્ષાનું દાન કરીને ભવ દુઃખથી મારું રક્ષણ કરો. પછી જિનેશ્વર વડે વરદત્ત દીક્ષિત કરાયો અને રાજપુત્રી યક્ષિણી પણ દીક્ષિત કરાઈ. પછી ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ ત્રણ તત્ત્વો તેને કહે છે. પછી ચૌદપૂર્વોની રચના કરે છે અને પ્રથમ ગણધર થયા. સર્વ આર્થીઓને વિશે યક્ષિણી પ્રવર્તિની થઈ. પછી અવસરને પામીને કૃષ્ણ જિનેશ્વરને નમીને પૂછે છે કે હે ભગવન્! તમારી ઉપર ભુવનમાં કોને રાગ હોતો નથી? પરંતુ રાજીમતીને તમારા પર વિશેષ રાગ છે તેનું શું કારણ છે? આ પ્રમાણે જાણેલ છે પરમાર્થ એવા હે મુનિનાથ! કૃપા કરીને જણાવો. (૩૮૪૧) ધન અને ધનવતીના ભવથી માંડીને સર્વે પણ પૂર્વભવો યાવતું આ છેલ્લા ભવ સુધીનો સર્વ વૃત્તાંત સ્વામીએ કહ્યો. પૂર્વભવના અભ્યાસથી તેનો રાગ સવિશેષ છે. આ પ્રમાણે પ્રભુવડે કહેવાય છે તે કૃષ્ણાદિ સર્વે ખુશ થયા અને રાજીમતી પણ અધિક તુષ્ટ થયેલી, વધતા સંવેગવાળી,જિનેશ્વરવડે સ્વહસ્તે અપાયેલી દીક્ષાને ગ્રહણ કરે છે. બીજી રાજપુત્રીઓ પણ તેની સાથે દીક્ષા લે છે. નંદની પુત્રી એક નાસિકાએ પણ દીક્ષા લીધી અને જે ધન જન્મથી આરંભીને ધનદેવ અને ધનદત્ત જે બે ભાઈઓ હતા તેઓ પણ પ્રતિભાવ સાથે જ ભણ્યા યાવત્ શંખના ભવમાં ગુણધર અને યશોધર નામના સહોદર થઈને તપ (ચારિત્ર) આચરીને અપરાજિત વિમાનમાં ગયા. (૩૮૪૭) અને અપરાજિતના ભવમાં વિમલબોધ નામનો જે મંત્રી હતો તે શંખના ભવમાં મતિપ્રભ નામનો મંત્રી થઈને, તપ આચરીને તે જ અપરાજિત શ્રેષ્ઠ વિમાનમાં ગયો. આ ત્રણેય ત્યાંથી આવીને વિખ્યાત રાજાઓ થયા અને તેઓ કૃષ્ણની સાથે ત્યાં શ્રી નેમિજિનેશ્વરના સમોવસરણમાં આવ્યા અને રાજીમતીના પૂર્વભવ કહેવાના વ્યતિકરના વશથી પ્રાપ્ત થયેલ પોતાના ચરિત્રને સાંભળીને અને સ્વયં પણ જાતિસ્મરણથી જાણીને પ્રતિબોધ પામેલા એવા તેઓએ પણ દીક્ષા લીધી અને ગણધરો થયા. વરદત્ત રાજાની સાથે બે હજાર રાજપુત્રોએ દીક્ષા લીધી અને આ ત્રણની સાથે ઘણાં રાજપુત્રોએ દીક્ષા લીધી અને બીજા યાદવો અને યાદવીઓ જિનેશ્વરના સંવેગવાળા વચનો સાંભળીને ઘણાંએ પ્રભુની પાસે દીક્ષા લીધી. કૃષ્ણ-બળદેવ-ઉગ્રસેન અને દશ દશાહ અને શાંબ તથા પ્રદ્યુમ્ન અને બીજાઓ સમ્યકત્વ અને અણુવ્રતોને ગ્રહણ કરે છે. (૩૮૫૪) શિવાદેવી-રોહિણી-દેવકી-જાંબવતી તથા રુકિમણી સર્વે પણ નગરની યાદવીઓની સાથે અણુવ્રતોને ગ્રહણ કરે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘ સ્થપાયે છતે દેવો પોતાના સ્થાને જાય છે અને યાદવો સર્વે દ્વારિકા નગરીમાં જાય છે પછી શરદ ઋતુ પૂરી થયા પછી ભગવાન પણ અન્ય દેશોમાં વિચરે છે અને મલયદેશમાં ભદિલપુર નગરમાં આવ્યા. નાગ શ્રેષ્ઠીની સુલસા ગૃહિણીની પાસે અનીકયશ આદિ દેવકીના છ પુત્રો દેવવડે જે લઇ જવાયા હતા તે યૌવનને પ્રાપ્ત થયેલા બત્રીસ-બત્રીસ સુરૂપ ભાર્યાઓની સાથે નિરુપમ ભોગોને ભોગવે છે. તેઓને ત્યાં પ્રતિબોધ કરીને ભગવાને સ્વહસ્તે દીક્ષા આપી અને ચરમશરીરી એવા તેઓ વિપુલ તપકર્મને આચરે છે. પછી દેવકીને દેવવડે અપાયેલ ગજસુકુમાલ પુત્ર થાય છે અને યૌવનને પ્રાપ્ત થયેલો તે ઘણી રાજપુત્રીઓને વર્યો તથા તેના નિમિત્તે સોમશર્મા 172

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282