Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 228
________________ ભણ્યો અને યૌવનને પ્રાપ્ત થયો. પછી પોતાના અવસરને જાણીને ધનપિપાસાવડે હર્ષપૂર્વક છાતીમાં ગાઢ પીડાને કરવાપૂર્વક આલિંગન કરાયો. પછી ઉછળ્યો છે તીવ્ર ધનપિપાસાનો અભિલાષ જેને એવા રમવાની ઇચ્છાવાળા વૈશ્રમણને ધનપિપાસાએ કહ્યું કે જો તું મને ચાહે છે તો ધન ઉપાર્જનના પ્રચુર ઉપાયોને કર. રત્ન-સુવર્ણ-વસ્ત્રાદિ દુકાનોમાં સ્વયં બેસ. સોપારીગંધ-ધાન્ય-કપાસ-ગુડ-લોખંડ-લાખ આદિ દુકાનોમાં બીજા ઘણાં વિણક પુત્રોને રાખીને વ્યાપાર કરાવ. ઘણાં કરિયાણાથી ભરેલ ઘણાં ગાડાની હારોને (શ્રેણીઓને) બીજા દેશોમાં મોકલાવ. બળદોને વહન કરાવ. ઊંટોની મંડળીને હંકારાવ. રાસભ સાર્થોની નિમણુંક કર. ઉત્તમ કરિયાણાથી ભરેલા વહાણોને મહાસમુદ્રમાં પ્રવર્તાવ. કર ઉઘરાવવાના નાકા વગેરે પટ્ટોને ગ્રહણ કર. (૫૦) ધાતુવાદનો અભ્યાસ કર, ખાણવાદને શીખ, રસને મેળવવાની જે ગુફા છે તેમાં પ્રવેશ કરવા માટે પ્રયત્ન કર, કૃત્રિમ કરીયાણાને બનાવવા વારંવાર અભ્યાસ કર. પછી વૈશ્રમણે શ્વાસ લઇને કહ્યું કે હે તનુઅંગી! તેં સારો ઉપદેશ આપ્યો. ઘરાંગણે રત્નના ઢગલા બીજી રીતે થતા નથી, સુવર્ણના મોટા ઢગલાઓ પ્રાપ્ત થતા નથી એટલે તે રત્ન અને સુવર્ણની દુકાનોમાં બેઠો. મોટો ધંધો શરૂ કર્યો. પછી લાભાંતરાયે પોતાના સમયને જાણ્યો. તે વૈશ્રમણની નજીકમાં રહ્યો. લાભાંતરાયના પ્રભાવથી કાણીકોડીનો પણ લાભ થતો નથી તેથી વૈશ્રમણ વિચારે છે કે અહો! દુકાનનું ભાડું પણ હજુ કમાવાયું નથી. ભાડાની કમાણી થયા પછી વિચારે છે કે હજુ વણિક પુત્રોના પગાર જેટલું કમાયો નથી. પછી તે કમાયે છતે વિચારે છે કે ઘર ખર્ચનો લાભ કેવી રીતે થશે? તેનો લાભ થયા પછી ભોગોપભોગાદિની આશા કરે છે પછી એવું કંઇક પણ બને છે જેથી મૂળમૂડીમાં પણ કંઇક ક્ષતી થાય છે. પછી ધનની પિપાસાથી ઉત્પન્ન થયું છે મહા-આર્તધ્યાન જેને એવો વૈશ્રમણ અહીં તહીં જુએ છે ત્યારે કોઇક વખત ભયભીત થઇ છે આંખો જેની, કફોડી સ્થિતિવાળો એવો કોઇપણ એક પુરુષ આવ્યો અને વૈશ્રમણને એકાંતમાં લઇ જઇને અતિશ્રેષ્ઠ મસ્તક-કાન-ગળાના આભૂષણો બતાવ્યા. આ ચોરીને લવાયેલું છે એમ તેણે ઈંગિતોથી જાણ્યું. પછી ધનપિપાસાએ શ્રેષ્ઠીપુત્રને ઇશારો કર્યો કે તું એને ખરીદી લે. આને તું છોડ નહીં. આવી તક ક્યારે મળશે તે કોણ જાણે છે? આગળ જે થવાનું હશે તે થશે. પછી ઘણી ઓછી કિંમતે ચોરીનો માલ ખરીદ કર્યો. ચોર ગયો. રાજપુરુષો પાછળ જ આવ્યા. તેઓએ ચોરીના માલ સહિત વણિકને બાંધ્યો. આગળ કરીને ડાંગોથી મરાતો નિન્નુર કૃપાણ રૂપી દૂતોથી ચૂરો કરાતો, સર્વજનથી છૂપાવાતો રાજકુળમાં લઇ જવાયો. ‘તમારા આભરણો આના વડે આ પ્રમાણે ગ્રહણ કરાયા છે’ એમ રાજપુરુષોએ જણાવ્યું ત્યારે આ વધ્ય છે એમ રાજાએ જાહેર કર્યું. પછી પિતાવડે ભેગા કરાયેલા મહાજને રાજાને વિનંતિ કરી. પછી મહાજનના ઉપરોધથી મોટો દંડ લઇને રાજાએ છોડ્યો અને ધનપિપાસાથી પ્રેરણા કરાયેલા તેણે નગરની અંદર જ મોટા વ્યાપારોને શરૂ કર્યા અને વૈશ્રમણનો લાભાંતર બધે જ થોડો પણ લાભ થવા દેતો નથી અને (૫૦) ગુમડુપિાતિપટ્ટા : શુ એટલે કર.મપિા એટલે ગામ કે નગરનું જકાત લેવાનું નાકું,પટ્ટ એટલે અમુક મુદત સુધી અમુક ભાડા વગેરેની શરતે લેવું. અર્થાત્ રાજા પાસેથી અમુક પૈસા આપીને કર ઉઘરાવવાના નાકાને લે. અર્થાત્ કર ઉઘરાવવાના નાકાને કોન્ટ્રેકટથી લેવા. 211

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282