Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 242
________________ બાલ્યકાળથી માંડીને પોતાના ખોળામાં લે છે. છાતીની સાથે ગાઢ આલિંગન કરે છે. નાકના શ્લેષ્મથી ખરડાયેલ, ઘણી માખીઓથી બણબણતા તેના મુખને વારંવાર ચુંબન કરે છે અને તેનું શરીર લાળ, મળ, મૂત્રથી ખરડાય છે તેને જાતે જ સાફ કરે છે અને છોકરાને કેડમાં લઈને બે રસ્ત, ત્રણ રસ્તે, ચાર રસ્તે ભમે છે. ગાંડાની જેમ લોકોના ઉપહાસને ગણતો નથી. છોકરાની આળપંપાળમાં લાગેલો દિવસે ભોજન કરતો નથી અને પુત્રની સાર સંભાળની વ્યગ્રતાથી રાત્રે સારી રીતે ઊંઘી શકતો નથી. તે થોડો મોટો થયો ત્યારે ભાજનમાંથી સ્નિગ્ધ, મધુર, ખાદ્ય, પેય સર્વેને ગ્રહણ કરી તે જ (પુત્રજ) ભક્ષણ કરે છે. પિતાને કંઇ ખાવા દેતો નથી. પુત્ર ભણવા જાય ત્યારે લેખશાળામાં સુભગ પણ પુત્રની સાથે જાય છે. પોતે પાસે રહીને તેને ભણાવે છે અને જાતે પુત્રના શરીરનું કોઈ કારણ ઉપસ્થિત થાય તો હંમેશા જ તેના ઉપર હાજર રહે છે, અનેક વૈદ્યોને બોલાવે છે. વિવિધ ઔષધોના પ્રયોગો કરે છે. આદરથી જ્યોતિષ ભુવા-મંત્ર-તંત્ર વિદ્યાને જાણનારાઓને બોલાવી લાવે છે અને તેઓની પાસે સેંકડો મંત્ર તંત્રના પ્રયોગ કરાવે છે. જ્યાં સુધી તેને સારું ન થાય ત્યાં સુધી દીનતાને પ્રાપ્ત થયેલો - “અમે હણાયા (મરી ગયા) ન જાણે છોકરાનું શું થશે ?' ઈત્યાદિ શોક કરે છે. પુત્ર મગાદિનો ઉકાળો ન પીએ ત્યારે પોતે સ્વયં લંઘણ કરે છે, શયામાં પણ હંમેશા જાગતો જ રહે છે. સ્નેહથી મૂઢ થયું છે મન જેનું એવા તેણે યૌવનને અભિમુખ થયેલા પુત્રને પરણાવ્યો અને દુકાને બેસાડ્યો. પાસે રહીને સર્વ પણ વણિક કળા શીખવાડી અને ધનદત્ત શ્રેઝી મરણ પામે છતે સુભગે પોતાના પુત્રને જમીનમાં દાટેલું અને વ્યાપારાદિમાં રહેલું સર્વ પણ ધન અર્પણ કર્યું અને ઘરનો સર્વ કારભાર પુત્રને સોંપ્યો અને પોતે નિશ્ચિંત (જવાબદારી રહીત) થયો. આ પ્રમાણે પુત્રની સાર સંભાળમાં મૂઢ થયું છે મન જેનું એવો સુભગ દેવોને ભૂલ્યો. ગુરુના દર્શન માત્ર પણ ન કર્યા. ગુરુના વચનો તેના ચિત્તમાંથી ભુંસાઈ ગયા. ગુરુના વચનોને બોલતા સાધર્મિકો આનંદને આપતા નથી. ઉપદેશદાતા શિષ્ટજનો પ્રીતિને ઉત્પન્ન કરતા નથી. ધર્મકથા વૈરિણી જેવી લાગે છે. સમગ્દર્શનના નામ માત્રથી પણ આજે પીડા ઉપજે છે. પછી સ્નેહરાગના રૂપને ધારણ કરનારા રાગકેશરીના તેવા તેવા પ્રકારના વિલાસને જાણીને સમ્યગ્દર્શન અદશ્ય થયો. કુટુંબ અને અનુચર સહિત મિથ્યાદર્શને પ્રવેશ કર્યો. ચઢતી પામેલ મિથ્યાદર્શને સુભગને વશમાં લીધો. પ્રૌઢતાને પ્રાપ્ત થયેલા અને વર્ચસ્વને ધરનારા પુત્રે સ્ત્રીના કહેવાથી એક જ સપાટે પૂર્વે કરેલા સર્વ ઉપકારોનો નાશ કરીને “તું અમને હંમેશા ઉગને કરનારો છે, સર્વ અનર્થનું મૂળ છે, એક ક્ષણ સુખે રહેવા દેતો નથી.' ઇત્યાદિ દોષજાળને ઊભી કરીને સુભગને ઘરમાંથી કાઢી નાખ્યો અને મિથ્યાદર્શનથી ભાવિત સધર્મબુદ્ધિથી વિમુક્ત દરેક ઘરે કોળીયા અને ઘુંટડાદિની યાચના કરતો, અતિ દુઃખી, દીન, મન, વચન અને કાયાથી ઉપાર્જન કરાયા છે ઘણાં પાપો જેના વડે એવો સુભગ તેજ રીતે (પૂર્વની જેમ) એકેન્દ્રિયમાં લઈ જવાયો અને ઘણા કાળ સુધી ધારણ કરાયો. અને ફરી કોઈક વખત મનુષ્યોમાં લવાયેલો સિંહ નામનો ગૃહપતિનો પુત્ર થયો અને ફરી ત્યાં સમગ્દર્શનનો સંગ થયો અને ઘણાં દિવસો તેની સેવા કરી અને કોઇક વખત ભર યૌવનનો સમય જાણીને, ત્રીજા વિષયરોગના રૂપને ધરનારો રાગકેસરી તેનો ઉપરી થઈને રહ્યો. રાગકેસરીના 225

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282