Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 251
________________ નિર્દોષ થશે અને મને ખબર પડ્યા પછી જો અર્પણ કરશે તો તે પ્રાણોની સાથે અર્પણ કરશે. પછી આ રાજા ઉગ્ર આજ્ઞાવાળો છે એમ આખું નગર ભય પામ્યું અને પાડોશી મારફત ધનાઢ્ય શ્રેષ્ઠીને ઘરે કંઈક કિંવદતી (લોકવાયકા) થઈ. પછી ધનાઢ્ય શ્રેષ્ઠીએ એકાંતમાં પોતાના પુત્રને પુછયું અને તેણે બહુલિની પ્રધાનતાથી બે કાનને ઢાંકીને કહ્યું કે આહ! પાપ શાંત થાઓ. શું કોઈપણ વ્યક્તિ આવા મહાસાહસને કરે ? પછી તે જ પ્રમાણે માતાએ પુછ્યું અને પછી પાડોશીઓ, પછી વાણિયાઓ પછી સમસ્ત નગરના શિષ્ટ પુરુષોએ પુછયું પણ લાંબા સમયથી ઊગેલું અને કઠણ અને અતિનિબિડ થયેલ મહાવાંસના મૂળની જેમ કોઇપણ એની પાસેથી સાચી હકીકતને જાણી શક્યું નહીં. પછી બીજા દિવસે રાજના માણિક્યના ભંડારીએ દૂર દેશથી આવેલ કોઈપણ અપૂર્વ પોતાના સ્વજનને ધનાઢ્ય વાણિયાનો વેશ પહેરાવીને પદ્મની પાસે મોકલ્યો. આ વણિકે પદ્મને એકાંતમાં બોલાવ્યો અને એ પ્રમાણે કહ્યું કે અમે સિંહલેશ્વર રાજા વડે મહામૂલ્ય મહારત્નને લાવવા માટે મોકલાવાયા છીએ. જે તે રત્ન હોય તો બતાવ, જેથી તું જેટલું મૂલ્ય માગશે તેટલું ઘણું પણ મૂલ્ય અપાવીશ. પછી પવે વિચાર્યું, કે જો આને હું આપી દઇશ તો મહારત્ન સર્વથા બીજા દેશમાં જશે પછી કોઈપણ તેની શુદ્ધિ (ખબર) ને જાણી શકશે નહીં. એ પ્રમાણે વિચારીને લઈ આવીને તે રત્ન બતાવ્યું એટલામાં સંકેત કરાયેલા રાજપુરુષો આવ્યા અને તેઓ તેને પકડીને તેનું સર્વ પણ રાજકુળમાં લઈ ગયા, અને રાજાએ મુદ્રારત્નને ઓળખ્યું અને પદ્મને ઘણી વિડંબનાપૂર્વક પ્રાણથી માર્યો અને પરભવમાં ઘણાં રોગોથી ચીતરી ચડે તેવા કૂતરીના ભવને પામ્યો. પછી અતિદુઃખી થયેલો ઘણાં ભવો ભમ્યો. અને કોઇક વખત આ જયપુર નામના નગરમાં લવાયો અને ત્યાં શ્રાવકકુળમાં ધનદત્ત વણિકના પુત્રરૂપે ઉત્પન્ન થયો અને તેનું નામ સોમદત્ત રાખવામાં આવ્યું અને શ્રાવકકુળમાં ઉત્પન્ન થયો હોવાથી જ આને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પછી નિધન હોવાથી માથા પર ટોપલાથી મીઠું, તેલ વગેરેથી વ્યાપાર કરે છે. આથી ઘણાં દિવસો પછી તેની પાસે કંઈક ભાંડ (૫૬) જેટલું મૂલ્ય થયું. અને પછી અનાજની દુકાન માંડી અને તેમાં બીજું કાંઇક ધન કમાયો. પછી સમયને જાણીને રાગકેસરીએ જેનું બીજુ નામ સાગર છે જે બહુલિકાનો નાનો ભાઈ છે એવા અનંતાનુબંધી લોભ નામના પોતાના પુત્રને તેની પાસે મોકલ્યો અને સાગરના ઉપદેશથી સોમદત્તની ધન ઉપાર્જન કરવાની ઈચ્છા વધી. અને પછી બીજા વ્યાપારને કરવાથી તે હજારોપતિ થયો. પછી લાખો લેશોને અતિસહન કરીને લાખોપતિ થયો. અને પછી અનેક કોડો દુઃખ અનુભવીને કોઠાધિપતિ થયો તથા જેમ આનો વિભવ વધે છે તેમ બંધાઈ છે સ્પર્ધા જેના વડે એવો સાગર (લાભ) પણ વધે છે અને પછી અતિલોભથી પ્રેરાયેલો એવો સોમદત્ત દેવોને પણ અવજ્ઞાથી આક્ષેપ કરે છે કે ગાઢ આરાધના કરાયેલા પણ આ દેવો કોઈને એક રૂપીયો પણ આપતા નથી. એ પ્રમાણે ગુરુઓનો દ્વેષ કરે છે, ગુરુઓના ઉપદેશને વિદનની જેમ માને છે. ધર્મકૃત્યોમાં અનાદર ભાવવાળો થયો, પાપોમાં તત્પર થયો. (ઉઘત થયો) પછી સમ્યગ્દર્શને (૫૬) ભાંડ મૂલ્ય : ધાતુના વાસણાદિથી વેપાર કરી શકાય તેટલી સામગ્રી થઇ પૂર્વે કરંડિયા કે ટોપલાદિથી વ્યાપાર કરતો હતો. 234

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282