Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 265
________________ ચારિત્ર ધર્મરાજા દૂરથી પણ દૂર રહ્યો. વિરાગ પામીને પ્રથમથી જ સર્વવિરતિ જેટલામાં ચાલી ગઇ તેટલામાં તે સમ્યગ્દર્શન પણ ચાલી ગયો. અવકાશને પ્રાપ્ત કરીને મિથ્યાદર્શન વિલાસ કરવા લાગ્યો. આ પ્રમાણે સર્વવડે પણ મળીને અંતમાં પણ નિદ્રાના ઘરઘરાટમાં નંખાયો. મરણવડે હરણ કરાયેલો નિગોદ અને એકેન્દ્રિયાદિમાં લઇ જવાયો. ત્યાંથી સંસારમાં ભમ્યો. અને આ બાજુ ચિત્તવૃત્તિ મહાટવીમાં વિવેકગિરિ પર્વતના શિખર પર અપ્રમત્ત નામના કૂટ પર જૈનેન્દ્રપુરમાં આનંદ વગરના, ભગ્ન ઉત્સાહવાળા ચારિત્રધર્મ રાજા વગેરે સર્વે પણ ભેગા થયા અને એક પ્રદેશમાં બેઠા અને પરસ્પર બોલે છે કે અરે! વિચારો અહીં શું કરવા યોગ્ય છે? મોહચરટે અનેક અભવ્યો અને દૂરભવ્યોને સહાયક મેળવ્યા છે તેથી મૂળથી જ આપણા પક્ષને સર્વત્ર અસ્ખલિત ઉખેડતા તેઓ સતત પરિભ્રમણ કરે છે આપણે તો આ એકને જ સહાયક મેળવ્યો છે. કોણ જાણે છે કે તે પણ આપણને કેટલાકાળ પછી મળ્યો છે અને પછી આપણાવડે આ જ્યાં સુધી મોટા કષ્ટથી કોઇપણ રીતે મોટાગુણો વિશે આરોપાય તો આપણને કંઇક સહાયતા મળે પરંતુ તે મહાભાગનું કોઇપણ વિપર્યાસ થાય છે જેથી તે તે મોહાદિ શત્રુઓને મળે છે અને તેઓવડે અતિદુઃખિત તે વિડંબના કરાય છે. પરંતુ અમે તો ફક્ત તેને જ સુખી કરવાને માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ વિપર્યય ભાવને પામેલો આ આને પણ જાણતો નથી. અને બીજું ઉપશાંત મોહ-ચૌદપૂર્વધરાદિ પદમાં પણ સ્થાપિત કરાયેલા જીવો પડીને મોહાદિ દુષ્ટોને મળે છે ત્યાં આપણે શું કહીએ? ક્યાં જઇએ? ઇતિ પછી સદ્બોધે હસીને કહ્યું કે અરે! આ શું? આપની આ પીડા નિરર્થક છે. શું આ કંઇ નવું છે? કારણ કે આ વ્યવહાર અનાદિકાળથી રૂઢ થયેલ છે. જે સંસારી જીવો હજુપણ આ સંસાર સમુદ્રમાં ઘણું ભમવાના છે તેનું તમો હિત કરો તો પણ, મોટા સ્થાન પર આરોપણ કરો તો પણ ઉપશાંત મોહ અને ચૌદપૂર્વધરો પણ પાછા પડીને શત્રુઓને પામેલા ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત્ત જેટલો કાળ સંસારમાં ભમે છે. અનાદિકાળથી અનંતજીવોનો આ વ્યવહાર થયો છે. તેથી અહીં શું આશ્ચર્ય છે ? અને આ પ્રમાણે તમારા જે સ્થાનો (પદો) છે તેમાં એકપણ પદ પૂરાવાનું નથી. આથી તટસ્થ થઇને નિરીક્ષણ કરતા કેમ નથી રહેતા? જો આની સહાયથી અમે શત્રુપક્ષનો ક્ષય કરીને કોઇપણ રીતે પ્રગટ થઇશું. અને આને અમે સુખી કરશું તો એ તમારું માત્ર મિથ્યાભિમાન છે. આ કાર્ય પણ જ્યારે આની સુખી થવાની ઇચ્છા થશે ત્યારે જ સિદ્ધ થશે. જે કહેવાયું છે કે અમારા વડે આ એક જ સહાયક મેળવાયો છે આ પણ અવિચારણીય છે કારણ કે ઘણાં સહાયકો છે જેને એવા મોહ વગેરે પણ તમારા ફેલાવાના અટકાવ માત્રને જ કરવા સમર્થ છે જ્યારે તમે તો એક સહાયવાળા હોવા છતાં પણ શત્રુઓનો સર્વથા ક્ષય જ કરો છો. આથી આ એક પણ જે કરશે તેને તમે જુઓ. શા માટે વ્યાકુળ થાઓ છો? પછી જેટલામાં સર્વેપણ બોલે છે કે અહો! સદ્બોધે સારું સારું કહ્યું. તેટલામાં કર્મપરિણામે તેઓને કહ્યું કે મારાવડે મનુષ્ય ક્ષેત્રમાં પદ્મસ્થળ નગરમાં સિંહવિક્રમ મહારાજની કમલિની નામની સ્રીનો પુત્ર ઉત્પન્ન કરાયો છે જે તમારો સહાય થશે અને આનું સિંહરથ એ પ્રમાણે નામ રખાયું છે પછી તમારે 248

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282