Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 272
________________ છે. જિનમંદિરોમાં સ્નાત્રોને કરાવે છે. પૂજાઓને પ્રવર્તાવે છે. રથયાત્રા કરાવે છે. તે જિનમંદિરોમાં ગીત- વાજિંત્ર- નાટકોથી જિન શાસનને ઉન્નત કરે છે. દીનાદિને દાન અપાવે છે. ગુરુની પાસે સદાગમને સાંભળે છે. અને ત્યાં સમસ્ત પણ ચારિત્ર ધર્મ સૈન્ય પરિચિત થાય છે. ઘણું ભયપામેલું મોહ મહાચરટનું સૈન્ય દૂર જ ભમે છે જેથી વિષયનો રાગ આને સ્પર્શતો નથી. ષ પણ આના સંનિધાનમાં આવતો નથી. શઠતા ચિત્તમાં વસતી નથી.લોભ દષ્ટિમાં આવતો નથી. સ્પર્શનો અભિલાષ બાધ કરતો નથી. આ રસલોલુપતાની વાર્તાને પણ જાણતો નથી. ગંધાસક્તિની કથાને જાણતો નથી. રૂપથી આની આંખ ખેંચાતી નથી. મધુર શબ્દોથી કર્મેન્દ્રિય વશ કરાતી નથી. કૃપણતા સ્વપ્નમાં પણ નજીક આવતી નથી. તેના શરીરમાં અવિનય વસતો નથી. ફક્ત વિનય- પ્રશમ- માર્દવ- આર્જવ- જિતેન્દ્રિયત્વ- ઔદાર્ય- ગાંભીર્ય-ધૈર્ય - શોર્યાદિ ગુણમય છે શરીર જેનું એવા તેની કીર્તિ દશે દિશાના અંત સુધી પણ પ્રસરે છે. તેના વિનયાદિ ગુણોથી રંજિત થયેલ માતાપિતા તેને ઘણાં ચાહે છે. ક્ષણ પણ તેના વિયોગને ઇચ્છતા નથી. તેના ગુણોની કથા દરેક ઘરમાં ગવાય છે. ઉત્કંઠાવાળી સુરસુંદરીઓ વડે તેના ગીતો ગવાય છે, દેવો તેમ જ ભાટ ચારણો વડે પણ સુકવિઓના કાવ્યોમાં રચાયેલા શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ તેના ચરિત્રો ભણાય છે. તેથી આ પ્રમાણે સર્વપણ ભુવનમાં બલિકુમાર ગાઢ ગુણમયતાને પામે છતે ગુણના અનુરાગથી આક્ષિપ્ત તથા કામથી પરવશ કરાયેલું છે મન જેઓનું, પોતાના સૌંદર્યથી અતિશય તિરસ્કાર કરાયેલ છે રતિ અને રંભાદિના રૂપનો ગર્વ જેઓની વડે, સમગ્ર ગુણરૂપી રત્નોને ઉત્પન્ન થવા માટે રોહણાચલ પર્વતની ભૂમિઓ પોતપોતાની મહાવિભૂતિથી યુકત ઘણાં ભવોમાં ઉપાર્જન કરાયેલ તેના મહાભોગફળના પુણ્યોદયથી ખેંચાયેલી સ્વયંવરા એવી અનેક મહારાજાઓની શ્રેષ્ઠ કન્યાઓ એક સાથે ત્યાં આવી. અતિખુશ થયેલ અકલંક રાજાએ તેઓને વાસપ્રાસાદો અપાવ્યા. જણાયો છે કુમારનો વ્રત ગ્રહણ કરવાનો ભાવ જેઓ વડે એવા તે બે સુદર્શના દેવી અને રાજાવડે એકી સાથે એકાંતમાં મોટા આદરથી બલિકુમાર આ પ્રમાણે વિનંતિ કરાયો. હે વત્સ! જો તું અમને માતાપિતા માને છે અને ધર્મના સારને જાણે છે તો આ તારા ગુણના શ્રવણથી આકર્ષિત થયું છે મન જેઓનું એવી પોતાની પુત્રીઓ મહારાજાઓ વડે મોકલાયેલી અહીં આવેલી નિરાશ થઈને પાછી ફરીને જાય છે તે અમારા ચિત્તના દુઃખનું મોટું કારણ છે કે તું જાણે છે તેથી તું તેઓને પરણવાપૂર્વક સ્વીકાર. મોટા મનોરથોથી આવેલી વરાકડીઓને સ્વરાજ્ય ભોગસુખોને બતાવ. પછી દેવાયા છે તારા રાજ્યના સુખો જેઓવડે એવા અમે મરણ પામે છતે વિપુલ રાજ્યને પાળીને, રાજ્યનો ભાર પોતાના પુત્રને સોંપીને, તું બીજું જે કંઈપણ કરવા ધારે છે તે પણ કરજે અને એ પ્રમાણે કરતા માતા પિતાને વત્સલ એવા તારે કોઈપણ પુરુષાર્થની હાની નહી થાય. પછી બલિકુમારે વિચાર્યું કે અહો! માતાપિતાનો ઘણો આગ્રહ છે. હું માતાપિતાને એક જ પુત્ર છું તેથી આ વચનને હું નહીં માનું તો માતાપિતાને ઘણું દુઃખ થશે તેથી જે મારા વડે વિચારાયું છે તેને હું કાલાંતરે અવશ્ય કરીશ. તેટલામાં હું હમણાં માતાપિતાને સમાધિ આપે નિકાચિત કર્મો અવશ્ય ભોગવવા 255

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282