Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 279
________________ જનમ્યા કે જેઓ વડે સંસારનું સુખ કે દુઃખ અનંતવાર ન ભોગવાયું હોય. દરેક જીવે દ્રવ્યથી સાધુપણું અનંતીવાર લીધું છે અને મૂક્યું છે અને સામાન્યથી અનંતકાળની વચ્ચેનું સંસારનું ભ્રમણ કહેવાથી આ સર્વ આપણા જીવનું ભ્રમણ પણ કહેવાયેલું જાણવું. અનંતકાળ સુધી કહી શકાય તેવું હોવાથી, આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોવાથી અને વાણી કમવર્તી હોવાથી વ્યક્તિગત કહેવાયું નથી તેથી અશરણ એવા મેં અનંતવાર લાખો દુઃખો અનુભવ્યા અથવા કુધર્મનું શરણું સ્વીકારવાથી તે જ પ્રમાણે વિશેષથી દુઃખો અનુભવ્યા. સ્વીકાર કરાયેલ સમજિનધર્મના શરણથી સુદેવત્વ-સુમનુષ્યત્વ સુખોને અનુભવ્યા અને અનંતા શાશ્વતા મોક્ષપુરીના સુખોને અનુભવશે. અમને પણ જિનધર્મ શરણરૂપ બન્યો છે. તેને પણ તે જ શરણ થશે બીજો નહીં. પછી સંવેગના સમૂહના કારણે ગળેલા આંસુથી ભીની થઇ છે આંખ જેની એવા ચંદ્રમૌલિ રાજાએ કહ્યું કે આપ જે જણાવો છો તે તેમ જ છે નહીંતર ભવ સમુદ્રના કાંઠા પર આવેલા, સિદ્ધ કરાયા છે સર્વકાર્યો જેનાવડે એવા આપને આ પ્રયાસથી શું? પરંતુ હે ભગવન્! અવ્યવહાર રાશિમાંથી એક કાળે કેટલા જીવો નીકળે છે? કેવળી : આ વ્યવહારરાશિમાંથી જેટલા જીવો સિદ્ધ થાય છે તેટલા જ જીવો અનાદિ વનસ્પતિકાયમાંથી નીકળે છે. રાજા : ભલે તેમ હો પણ અવ્યવહાર રાશિમાંથી નીકળેલા સર્વે પણ જીવો આટલા કાળથી સિદ્ધ થાય છે? કેવળી : ઘણાં ભવ્યજીવો એટલા કાળથી સિદ્ધ થાય છે, બીજા તેનાથી અલ્પકાળથી સિદ્ધ થાય છે. વળી બીજા તેનાથી પણ ઓછા કાળથી સિદ્ધ થાય છે. યાવતું બીજા કેટલાક મરુદેવી સ્વામિનીની જેમ ઘણાં જ અલ્પકાળથી સિદ્ધ થાય છે. અભવ્યજીવો ક્યારેય પણ સિદ્ધ થતા નથી. પછી નિશ્ચિતથી પરિણત થયો છે ધર્મ જેને એવા ચંદ્રમૌલિક રાજાએ કહ્યું કે હે ભગવન્! તો તે સમજિનધર્મ તમારી સાક્ષીએ જ મને થાઓ. અહીં વિલંબથી શું? અને આ લોક પણ તમારી કૃપાથી મોહ શત્રુ સૈન્યની વિડંબનાથી મુકાય. પછી બલિરાજર્ષિ કેવલીએ કહ્યું કે હે રાજન! આ અનુચિત નથી. પછી પ્રસન્ન થયેલ ચંદ્રમૌલિ રાજાએ ચંદ્રવદન નામના પોતાના પુત્રને પોતાના સ્થાને સ્થાપીને કેટલીક સ્ત્રીઓમંત્રી-સાંમતો આદિની સાથે તે જ પ્રમાણે વિધિપૂર્વક વિભૂતિથી તેમની પાસે વ્રતને ગ્રહણ કર્યું. થોડા દિવસોમાં સર્વ પણ શિક્ષાને ગ્રહણ કરી અને ચૌદપૂર્વે ભણ્યા. મોટા ગુણોને વિષે આરૂઢ થયા અને સમયે કેવલીએ પોતાના પદ પર સ્થાપન કર્યા અને તેને સર્વ પણ ગચ્છ સમર્પણ કર્યો. અને પોતે કંઇક ન્યૂન ગુમાલીશ લાખ પૂર્વ વર્ષ સુધીનો સર્વ પર્યાય પાળીને તેના અંતે શૈલેશીકરણ રૂપી ખગ્નથી મોહશત્રુ સૈન્યને હણવા પછી બાકી રહેલા વેદનીય-આયુનામ-ગોત્ર નામના ભવોપગ્રાહિ ચાર કર્મોને સંપૂર્ણ નાશ કરીને સર્વ પણ ચારિત્ર ધર્મ સૈન્યની 262

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282