Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 276
________________ શ્રવણના અભાવથી નાશ ન પામી. શુદ્ધધર્મ શ્રવણનો અભાવ કોઈક ભવમાં સદ્ગુરુના યોગના અભાવથી થયો. કોઇક ભવમાં આળસ અને મોહાદિ કારણોના સમૂહથી થયો. કોઈક ભવમાં શુદ્ધ ધર્મનું શ્રવણ થયું છતાં પણ જડતાના કારણે ધર્મના મર્મનો બોધ નહીં થવાથી આ કુધર્મ બુદ્ધિ નાશ ન પામી. કોઈક ભવમાં અશ્રદ્ધાથી પછી કુધર્મ બુદ્ધિના ઉપદેશથી ધર્મના નાનાથી પશુવધાદિ મહાપાપોને કરીને પૂર્વની રીતે જ અનંતપુદ્ગલ પરાવર્ત ભમ્યો. તથા વિજયવર્ધન પુર નગરમાં સુલસ શ્રેષ્ઠીના નંદનપુત્રે યથાપ્રવૃત્તિકરણથી આયુષ્યને છોડીને મોહાદિ સાતેય કર્મોની સ્થિતિ ઘટાડીને અંતઃકોટાકોટિ સાગરોપમની કરી અને ગ્રંથિદેશપર પહોંઓ પણ તેને ભેદવા સમર્થ ન થયો. પૂર્વની જેમ અશ્રદ્ધા અને રાગદ્વેષાદિથી પાછો કરાયો. આ પ્રમાણે અનંતવાર પાડીને દરેક વખતે અનંતકાળ ધારણ કરાયો. કોઈક વખતે મલયપુરમાં ઇન્દ્રરાજનો પુત્ર એવા વિશ્વસેનના ભવમાં અપૂર્વકરણથી આ ગ્રંથિને ભેદી. પછી અનિવૃત્તિકરણમાં પ્રવેશાદિના ક્રમથી આટલા કાળ પછી સમ્યકત્વ રત્નને પ્રાપ્ત કર્યું. પછી મોક્ષરૂપી વૃક્ષના મૂળ સમાન અતિદુર્લભ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરીને કુદષ્ટિના રાગના વશથી સમગ્રદર્શનને ગુમાવ્યું. ફરી ક્યારેક ધનદત્ત શ્રેષ્ઠીના પુત્ર સુભગના ભવમાં એને મેળવીને સ્નેહરાગથી નાશ કર્યું. ગૃહપતિ પુત્ર સિંહના ભવમાં વિષયરાગથી ગુમાવ્યું. જિનદાસની પુત્રી જિનશ્રીના ભવમાં દ્વેષથી નાશ કર્યું. પછી બ્રાહ્મણ જવલનશિખ-ધનંજય રાજપુત્ર કુબેરધનાઢ્ય શ્રેઝીપુત્ર પદ્મ અને સોમદત્ત ભવોમાં અનુક્રમે ક્રોધ-માન-માયા-લોભથી સમ્યક્ત્વ રત્નને ગુમાવ્યું. આ પ્રમાણે બીજા-બીજા મોહાદિ શત્રુઓના વશથી તે અસંખ્યાત ભવોમાં સમ્યગ્દર્શનને ગુમાવ્યું. ધર્મશ્રેઝીપુત્ર સુંદરના ભવમાં અદત્તાદાનથી, દત્તના ભવમાં મૈથુનથી, ધનબહુલ શ્રેષ્ઠીના ભવમાં પરિગ્રહથી, રોહિણી શ્રાવિકાના ભવમાં વિકથા અને અનર્થ દંડથી એ પ્રમાણે સંપૂર્ણ સુખના કારણભૂત એવી દેશવિરતિને પછી પછી મોહાદિ દોષથી તું અસંખ્યભવમાં હાર્યો. પછી અરવિંદકુમારના ભવમાં સર્વગુણોમાં શ્રેષ્ઠ મહામુશ્કેલીથી પ્રાપ્ત કરાયેલી સર્વવિરતિને તેં કોલ અને માનથી નાશ કરી. ફરી પણ અમાત્યપુત્ર ચિત્રમતિના ભવમાં વિષયસુખ શીલતાથી તે પણ નાશ કરાઈ. વિશ્વસેન રાજપુત્રના ભવમાં સર્વવિરતિને મેળવીને તું અગીયારમાં ગુણસ્થાને આરૂઢ થયો. ત્યાંથી પણ કોઈક શરીર અને ઉપકરણની મૂચ્છમાત્રથી પાછો પડ્યો. પછી શ્રેઝીપુત્ર પુંડરીકના ભવમાં ફરી સર્વવિરતિને પ્રાપ્ત કરી અને ચૌદ પૂર્વે ભણ્યો. નિદ્રામાત્રને વશ થયેલા તે આ પદવી પણ ગુમાવી તેથી આ પ્રમાણે મોહાદિ શત્રુઓને વશ થયેલો તું નિરર્થક જ અનંતવાર મનુષ્ય જન્મ હારી ગયો. પછી પદ્મસ્થળ નગરમાં તું સિંહવિક્રમ રાજાનો સિંહરથ નામે પુત્ર થયો અને તે ભવમાં ફરી પણ સર્વવિરિતને મેળવી. તે ભવમાં સર્વવિરતિની સમન્ આરાધના કરી અને ઘણાં મોહાદિનો નાશ કર્યો અને પુણ્યોદયની પુષ્ટિ કરી. પછી મહાશક દેવલોકમાં જઈ કમલાકર નગરમાં શ્રી ચંદ્ર રાજાનો ભાનુ નામે પુત્ર થયો તે ભવમાં પણ પૂર્વની રીતે જ સર્વવિરતિની આરાધના કરી અને વિશેષથી મોહાદિનો નાશ કર્યો અને પુણ્યોદયની પુષ્ટિ કરી. ત્યાંથી નવમાં રૈવેયકમાં જઈ પદ્મખંડ નગરમાં ઈન્દ્રદત્ત મહારાજા 259

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282