Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 271
________________ અને સુરુપ, ઠંડીથી પીડાનાર (ઠંડી સહન ન કરી શકે તેવો), ઘણાં ભાઈઓ વાળો, ઈચ્છિત સુખને પામનારો, સ્થિર આરંભી કુતૂહલી હોય છે. જે વીશ વર્ષનો થઈને ન મરે તો સિત્તેરવર્ષે ભાદરવા મહિનામાં રેવતી નક્ષત્રમાં શનિવારે શૂળથી મરે છે (૧૧) કુંભરાશિમાં જન્મેલ મનુષ્ય દાતા, આળસુ અને કૃતન, હાથી તથા ઘોડાના જેવો અવાજવાળો, દેડકા જેવી કુક્ષિવાળો, ભય વગરનો, ધનવાન, શક્તિશાળી, સ્થિરદષ્ટિવાળો, હાથને હલાવનારો,માન અને વિદ્યામાં ઉદ્યમ કરનાર, પુણ્યશાળી અને સ્નેહથી રહિત, ભોગી, શૂરવીર, કવિ તથા કૃતજ્ઞ, પરકાર્યોમાં બોલનાર (ઉપદેશ આપનાર) થાય છે. અને તે વીસ વર્ષનો થયેલો વાઘણીથી હણાયેલો ન મરે તો સત્યાવીશમે વર્ષે તે માનવ ભાદરવા મહિનામાં ક્યાંય પણ પાણીમાં પડવાથી મરે. (૧૨) મીન રાશિમાં જન્મેલ મનુષ્ય ગંભીર ચેષ્ટાવાળો, શૂર, ચતુરાઈથી બોલનાર, મનુષ્યોમાં ઉત્તમ, ક્રોધી, ડાહ્યો, યુદ્ધમાં શ્રેષ્ઠ, અત્યાગી, બંધુ વત્સલ, હંમેશા ગાંધર્વ સંગીતને જાણનાર, સામાન્ય જનમાં સેવક, માર્ગમાં જલદીથી ચાલે છે. લવિનાનો, પ્રિયદર્શની, સત્યવાદી, દેવગુરુની ઉપાસનામાં રત, ઘણી શકિતવાળો, વેશભૂષામાં નિરત, દક્ષ, ચપળ દષ્ટિવાળો, પારદારિક, સ્થિર અને નમ્ર થાય છે. અઢારમેં વર્ષે મૃત્યુ થાય છે અથવા પંચાણુ વર્ષનો થાય છે. તેથી હે દેવ! આ પ્રમાણે મેષાદિક રાશિના ગુણો મારા વડે કહેવાયા. આ પૂર્વે સર્વ પોતાના શિષ્યોને જણાવ્યા છે તે આ પ્રમાણે જયોતિષનું જ્ઞાન અને નિમિત્ત તથા તેની સમાન બીજું જે કંઈપણ છે તે સર્વ અતીન્દ્રાર્થ છે અને તેનું પૂર્ણ શાસ્ત્ર સર્વશે બતાવેલું છે તેથી અહીં મનુષ્યના દોષથી વ્યભિચાર (અસત્ય) પણ થાય કારણ કે અલ્પ જ્ઞાની મનુષ્ય તેના સર્વ ભેદને જાણતો નથી. અને ગ્રહોની આવી સ્થિતી હોય અને ક્રૂર ગ્રહોની દષ્ટિ ન હોય તો અને રાશિઓ બળવાન હોય તો આ રાશિઓના કહેલા ગુણો સાચા પડે છે અન્યથા ખોટાં થાય એમ તમે જાણો. પછી અકલંક રાજાએ કહ્યું કે આ તેમજ છે. અહીં કોઈ શંકા નથી. આર્ય પુરુષે સાચું જ કહ્યું છે. દાન સન્માનાદિથી પૂજીને સિદ્ધાર્થ વિસર્જન કરાયો અને પછી ઉચિત સમયે મહાનંદપૂર્વક કુમારનું નામ બલિ એ પ્રમાણે પૂર્વજોનું નામ રખાયું. પાંચ ધાવમાતાઓથી ગ્રહણ કરાયેલો, પાસે છે પુણ્યોદય જેનો એવો આ મહાસુખથી મોટો થાય છે, બાળપણથી આની પાસે રહેલ સબોધ અતિપરિચિત થાય છે અને સમ્યગ્દર્શન પૂર્વભવથી આના સાનિધ્યને છોડ્યું નથી. તેથી દેવદર્શન આને ઘણો હર્ષ આપે છે. ગુરુજનના ચરણનું વંદન ઘણું સુખ આપે છે. સ્વાધ્યાયાદિનું શ્રવણ ખુશ કરે છે. પછી પુણ્યોદયાદિના પ્રભાવથી જલદીથી કળાઓને ભણ્યો અને કુમારપણાથી પુષ્ટ પુણ્યોદયથી ખેંચાયેલી મોટાઈ આને નજીક થઈ. સ્થિરતા ક્ષણ પણ છોડતી નથી. ગંભીરતા નજીક આવે છે અને આણે રૂપ સૌભાગ્યના પ્રકર્ષવાળા ભરયૌવનને પ્રાપ્ત કર્યું. પછી કળાને જાણનારા કુમારોની સાથે શાસ્ત્રના વિનોદથી હંમેશા રહે 254

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282