Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 268
________________ પછી પ્રમુદિત એવા સમસ્ત ચારિત્ર-ધર્મ સૈન્યમાં રહેલો સદાગમને અતિપરિચિત કરીને પહેલા કહેવાયેલ વિધિથી મોહ સૈન્યનો નાશ કરીને સમાધિને પ્રાપ્ત થયેલો નવમાં ચૈવેયકમાં ઉત્પન્ન થયો અને ત્યાં એકત્રીશ સાગરોપમ આયુષ્યપાળીને પૂર્વવિદેહમાં જ પદ્મખંડ નગરમાં સીમંતક મહારાજનો ઈન્દ્રદત્ત નામે પુત્ર થયો અને ત્યા પણ મહારાજાના ભોગો ભોગવીને તે જ પ્રમાણે સાધુપણું લઈને મોહનું સૈન્ય ઘણું નાશ કરાયે છતે, પુણ્યોદયને અતિપુષ્ટ કર્યા પછી પૂર્વોક્ત અનશન વિધિથી જ પરમ સમાધિને પ્રાપ્ત થયેલ સર્વાર્થસિદ્ધિ નામના મહાવિમાનમાં પરમૠદ્ધિ પ્રાપ્ત થયેલો અહમિન્દ્ર દેવ થયો. અને આ બાજુ ગંધિલાવતી વિજયમાં વિલાસ-વેષ અને વિભૂતિથી ઈન્દ્રનગરીની જેમ ચંદ્રપુરી નામે મહાનગરી છે અને તે નગરીમાં નમેલા અનેક રાજાઓના મુગુટથી શોભાવાયું છે ચરણરૂપી કમળ જેનું,શક્તિ સમૃદ્ધિ અને સૌદર્યથી ઈન્દ્રની જેમ અકલંક નામનો મહારાજા છે અને શ્રીમદ્ જિનેન્દ્રના બે પગ રૂપી કમળને વિશે ભમરા જેવું આચરણ કરનાર એવા તેને ચંદ્રના કિરણ જેવું નિર્મળ છે સમ્યગ્દર્શન જેનું એવી સુદર્શના નામે અગ્રમહિષી છે અને કોઈક વખત સ્વપ્નમાં રાત્રીના વિરામ સમયે મુખમાં પ્રવેશ કરતો ચંદ્રના કિરણ જેવો ઉજ્જ્વળ સિંહ જેવાયો છે જેના વડે એવી તેના ગર્ભમાં સુરેન્દ્રદત્ત મુનીનો જીવ સવાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યને પાળીને, અવીને પુત્રપણે ઉત્પન્ન થયો અને પછી પ્રષ્ટ થયું છે ચિત્ત જેનું એવી તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ પણ સ્વપ્ન પાઠકોને પુછ્યું. તેઓએ કહ્યું કે દેવને સિંહ જેવો પરાક્રમી મંદર પર્વત રૂપી રવૈયાથી વલોવાતા ક્ષીરસમુદ્રના ફીણના સમૂહ જેવી સફેદાઈ જેવા યશના પ્રસરથી ઉજ્વળ કરાયો છે દિશાનો અંત જેનાવડે, સર્વ પૃથ્વીનો ભોક્તા એવો પુત્ર થશે. પછી ઘણા ખુશ થયેલા રાજા પારિતોષિકના મહાદાનથી નિમિત્ત પાઠકોને સંતોષીને વિસર્જન કરે છે, ખુશ થયેલ રાણી સુખથી ગર્ભને વહન કરે છે. દેવપૂજા - અભયદાનાદિ અનેક શુભકાર્યોથી પૂર્ણ થયેલા છે દોહલાઓ જેના એવી તે ગર્ભના દિવસો પૂર્ણ થયા પછી પ્રશસ્ત દિવસે રત્નપુંજની જેમ પોતાની પ્રભાના ફેલાવથી ઉદ્યોતિત કરાયેલું છે પ્રસૂતિગૃહ જેનાવડે એવા પુત્રને જન્મ આપે છે. હર્ષના અતિરેકથી થયેલ દોડના કારણે સ્તનપીઠ પર અથડાતો છે મોતીનો હાર જેનો એવી ચંદ્રધારા નામની દાસીએ રાજાને વધામણી આપી. તે વધામણીના શ્રવણથી ખુશ થયેલ રાજાએ તેને સાત પેઢી સુધી ચાલે તેટલું મહાપારિતોષિક દાન આપ્યું અને સમસ્ત પણ નગરીમાં વગાડાયા છે આનંદ રૂપી ઢોલોના સમૂહ જેમાં એવું મહાવર્ધાપનક પ્રવજ્યું. સુવર્ણ વગેરેના મહાદાનો અપાયા. સર્વ કારાગૃહો શૂન્ય કરાયા. બંધનમાં રખાયેલા સર્વ જનસમૂહને છોડવામાં આવ્યો. જિનભવનોમાં મહાપૂજા સ્નાત્રાદિ કરાવ્યા. આ પ્રમાણે ગીતવાદન- નૃત્ય-ખાણી-પીણીનું પ્રદાન વગરે આનંદથી પુત્ર જન્મમહોત્સવ પૂરો થયા પછી રાજાએ જ્યોતિષશાસ્ત્રના પરમ રહસ્યને જાણનાર એવા સિદ્ધાર્થને બોલાવીને પુછ્યું કે કુમારના જન્મનક્ષત્રની ગ્રહની અવલોકના કેવી છે તે આર્ય જણાવે પછી નૈમિત્તિકે કહ્યું કે દેવ જે પૂછે છે તેનો જવાબ સાંભળો તે આ પ્રમાણે - 251

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282