Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 266
________________ મહાવર્યાપનક કરાવવું કારણ કે આ જન્મમાં આ ફક્ત તમારા પક્ષનું જ પોષણ કરશે સબોધ અને સદાગમ વડે પ્રકટ કરાયેલા ગુણો વિશે આરોહણ કરતા અને કોઇપણ પાડી શકશે નહીં. મારા વડે આ ભવમાં આને ફકત પુણ્યોદય જ સહાયક અપાયેલ છે. અને આ પણ પુણ્યોદયને જ સર્વ પ્રકારે પોષણ કરશે, પાપોદયનું પોષણ કરશે નહીં. તેથી જ્યાં સુધી આ મોક્ષમાં જાય ત્યાં સુધી જરાપણ મોહાદિ શત્રુઓને અનુકૂળ નહીં થાય. આ સાંભળીને ખુશ થયેલા સમ્યગ્દર્શન વગેરે સર્વે પણ ઊભા થયા. જૈનેન્દ્રપુરમાં સર્વત્ર તોરણોને બંધાવે છે. દરેક ઘરના દરવાજે કમળથી ઢાંકેલા સુવર્ણકુંભોને મુકાવે છે. દુકાનોમાં શોભાને કરાવે છે, વાંસના અગ્રભાગમાં શ્રેષ્ઠ વસ્ત્રોને લટકાવે છે. કસ્તુરી – કપૂરથી મિશ્રિત ચંદન રસથી રાજમાર્ગોને સિંચાવે છે. ઢગલો કરાયેલા સુવર્ણ અને રત્નોના મહાદાનોને અપાવે છે. અભયદાનોને પ્રવર્તાવે છે. વાજિંત્રો વગડાવે છે. નાટકોને કરાવે છે. ' અને આ બાજુ સિંહરથ બાલ્યકાળથી પણ હર્ષિત થયેલો દેવોને પ્રણામ કરે છે. ગુરુઓને નમે છે. પિતાની સાથે જિનમંદિરે જાય છે, જિનમંદિરમાં સ્નાત્રાદિ મહોત્સવોને જોતો ખુશ થાય છે, મુનિદર્શનથી પ્રસન્ન થાય છે, મુનિના વચન સાંભળવાથી આનંદ પામે છે. તેઓને અપાતા અશનાદિના દાનને જોવાથી આહલાદને અનુભવે છે અને એ પ્રમાણે આનો પુણ્યોદય પ્રતિદિન પુષ્ટ થાય છે. પુણ્યોદયના સાનિધ્યથી થોડા દિવસોથી તે સર્વ પણ કલાઓને ભણ્યો અને યૌવન અભિમુખ થયો. આનું રૂપ કામદેવને પણ પરાભવ કરે તેવું છે અને તેનું લાલિત્ય નવા ઉત્પન્ન થયેલ દેવથી પણ વિશેષ છે તો પણ આ વિષયોમાં રમણ કરતો નથી. સ્ત્રીઓની કથા આને સુખ આપતી નથી અને આ મનથી પણ સ્ત્રીને પરણવાનું ઈચ્છતો નથી. ફક્ત મુનિઓનું સેવન કરે છે. તેઓ પાસે ધર્મશાસ્ત્રોને સાંભળે છે. સંસારના સ્વરૂપની વિચારણા કરે છે. પછી કોઈક વખત ચાર જ્ઞાનથી યુક્ત ગુણનિધિ નામના આચાર્ય ભગવંત આવ્યા ત્યારે વિશેષથી ધર્મના વિસ્તારને સાંભળીને યુક્તિઓથી માતા-પિતાની પાસે રજા લઈને, પૂર્વે કહેવાયેલી વિધિથી મહાવિભૂતિથી સિંહરથે તેમની પાસે દીક્ષા લીધી. ખુશ થયેલા સર્વે પણ ચારિત્ર ધર્મના સૈનિકો તેના વિશે પરિવાર જેવું આચરણ કરે છે. તે આ પ્રમાણે સમગ્ર ત્રણ ભુવનના સામ્રાજ્યને આપનારી સર્વવિરતિ ગાઢ રાગી થઈ. એક ક્ષણ પણ સદ્ધોધ પડખાને છોડતો નથી. સમ્યગ્દર્શનનો સંબંધ અંગાંગિભાવથી ૦ (ઓતપ્રોત) થયો. પછી કરાયો છે પ્રશમરૂપી મહાકવચ જેનાવડે, ધારણ કરાયો છે સંતોષરૂપી મુગુટ જેનાવડે એવો સિંહરથ સાધુ સદ્ભાવનારૂપી શતરંજની રમતની મધ્યમાં પ્રવેશ્યો. તે જ પ્રમાણે અપ્રમાદ રૂપી મહાહાથી પર આરૂઢ થયો. અઢારહજાર શીલાંગરૂપી કોટવાલો વડે રક્ષણ કરાયું છે સૈન્ય જેનું, આગળ ગોઠવણ કરાયેલ અને પ્રતિદિન પોષણ કરાતો છે પુણ્યોદય નામનો મહાદંડ નાયક જેનાવડે, પ્રતિક્ષણ ઉલ્લસિત થતા અસંખ્ય શુભ અધ્યવસાય રૂપ પદાતિથી વીંટળાયેલા , ૧૦ અંગાંગિભાવ - અંગ એટલે અવયવ-અંશ અને અંગી એટલે અવયવી-વસ્તુ તે અવયવ, અવયવીનો પારસ્પરિક સંબંધ, અંશનો આખા ભાગ સાથેનો સંબંધ. એક મુખ્ય અને બીજું ગૌણ અંગીમાં સમાવેશ પામેલું હોય એવો સંબંધ. અહીં સમ્યગ્દર્શન અંગ છે અને આત્મા અંગી છે, 249

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282