Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 257
________________ સાથે સ્ત્રી-પુરુષ કથાને આદરે છે અને તેને સાંભળનાર એવી બીજી સાસુજનાદિના ભયથી ઊભી થયે છતે બીજીની સાથે ભક્તકથાને કરે છે. અને તે જવાની ઇચ્છાવાળી થાય ત્યારે કોઈકની સાથે દેશકથાનો પ્રારંભ કરે છે, પછી ઘરેથી નીકળેલી બે પહોર સુધી પાછી આવતી નથી. બીજે દિવસે કોઈક શ્રાવકે પ્રતિદિન આવું કરતી રોહિણીને બે હાથ જોડીને કહ્યું કે હે મહાનુભાવ! દેવમંદિરમાં ક્ષણમાત્ર જ અવાય છે તેથી દેરાસરમાં શુભભાવ અને એકાગ્રતાથી રહેવું જોઇએ તમે આવી વાતો કેમ કરો છો? પછી આ દુષ્ટા ઉત્તર આપે છે કે હે ભાઈ ! અમે શું કરીએ ? દેરાસર સિવાય બીજી જગ્યાએ કોઇપણ કોઈને મળતો નથી અને કોઇના પણ ઘરે કોઈ જતું નથી. આથી એકક્ષણ પ્રિયનો મેળાપ અહીં દેરાસરમાં જ થાય છે. તેથી અહીં સુખદુઃખ માત્ર કંઇક કહેવાય છે એટલે તમારે અસમાધિ ન કરવી અને સાધ્વીઓના ઉપાશ્રય સ્વાધ્યાયને છોડીને બીજી બીજી શ્રાવિકાઓની સાથે સતત વિકથાને આદરે છે. સાધુ-સાધ્વીશ્રાવિકાના દોષોને વારંવાર પ્રકટ કરે છે. પછી જે સાધ્વી કંઈક શિખામણ આપે કે હે મહાનુભાવ! ભણેલું સર્વપણ ગળવા (ભૂલાવા) લાગ્યું છે, આલોક અને પરલોકના અપાયનું કારણ, કેવળકર્મબંધનનું કારણ એવા વિકથા અને પરંપરિવાદરૂપ અનર્થ દંડથી શું? સર્વસંપત્તિનું કારણ, અમૃત સ્વરૂપ સ્વાધ્યાય ને જ કર. પછી મોઢું બગાડીને જવાબ આપે છે કે હે આર્યા ! ઈચ્છાકારથી વતીઓને પણ વિકથા અને પરપરિવાદ દુઃખે કરીને રોકી શકાય તેવા છે. પરંતુ તે બે સિવાય બીજું પણ છે જેને કહ્યા વિના રહેતો હોય તેવા કોઇપણને અમે જતા નથી. અમે પણ બીજાઓને સુખના કારણથી (સરળતાથી) કહીએ છીએ. બીજાઓની જેમ અમે માયા કરવાનું જાણતા નથી. પિતા સંબંધી પણ જેવું હોય તેવું સ્પષ્ટ કહીએ છીએ પછી તે રોષ પામે છે તોષ પામે. પછી આ વરાકડી સદુપદેશોને માટે અયોગ્ય થઈ છે તેથી સાધ્વીઓ વડે ઉપેક્ષા કરાઈ અને કોઈ વખતે ગુરુની પાસે વ્યાખ્યાનમાં શંકા રહિત બેઠેલી વસ્ત્રથી મોટું ઢાંકીને કોઇના પણ કાનમાં કંઈક બોલે છે, બીજી બીજીને કહે છે એમ થાવત્ બીજું તો દૂર રહો પણ અરણ્યમાં ઉન્મત્ત ભેંસ જેમ ખાબોચિયાના પાણીને ડોળે તેમ સર્વપણ વ્યાખ્યાન સભામાં આવેલ લોકોને ડોળીને બીજાઓને પણ શ્રવણમાં ભંગ કરે છે. આ ધનાઢ્યની પુત્રી છે તેથી કોઈપણ તેને કંઈ કહેતું નથી. પરંતુ ગુરુ આદિ વડે ક્યારેક કંઇપણ શિખામણ અપાઈ હોય તો કહે છે કે હે ભગવન્! હું કોઈની સાથે કંઇપણ બોલતી નથી. પરંતુ જો કોઈપણ વડે પ્રશ્ન પુછાયો હોય અને તેનો કંઈપણ ઉત્તર ન અપાય તો આ ‘સ્તબ્ધા' (ગર્વિષ્ઠ) છે એ પ્રમાણે પ્રસિદ્ધિ થાય તેના ભયથી જ કોઈની પણ સાથે કંઈક વાત કરાય છે. પછી ગુરુએ પણ તેની ઉપેક્ષા કરી. સર્વથી નિઃશંક (ભય) વગરની આ વિકથાવડે ગાઢ અધિષ્ઠિત કરાઇ પછી તે વિકથામાં અત્યંત આસકત થયા. પછી પૂર્વે ભણેલું સર્વપણ શ્રુત નાશ પામ્યું. તેનો અર્થ ભુલાયો. વ્રતોને વિચારતી નથી. અતિચારોની આલોચના કરતી નથી. દેવવંદનમાં પ્રમાદ કરે છે. ભણવું ગમતું નથી. ધર્મકર્ધામાં ચિત્ત ચોંટતું નથી. કંઈક પ્રતિક્રમણ વગેરે કરે છે તે પણ અનાદરથી કરે છે અને કોઇક વખત ક્યારેક કોઈની સાથે બેઠેલી મહાવિકથા અને પરંપરિવાદના વિસ્તારને કરતી, અત્યંત પરવશ થયેલી, અહીં કોઈ છે કે નહીં એવું વિચાર્યા વિના એકાએક આ પ્રમાણે બોલી કે આ નગરના રાજાની અગ્રમહિલી અતિ દુરશીલ છે અને હું આ સારી રીતે જાણું છું. કારણ કે એક સારા માણસે મને આ કહ્યું છે વગેરે અને આ વાત તે પ્રદેશમાં 240

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282