Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 256
________________ કાળ ગયા પછી ગર્ભધારણ આદિને કરાવે છે આ કારણથી ગર્ભમાં રહેલ દ્વિપદ કે ચતુષ્પદ આશ્રીને તેના પ્રમાણનો અતિક્રમ થયો. ૫) કુપ્ય એટલે શયન-આસન-ભાલા-તલવાર-ભાજન-કચોળા વગેરેનું દસાદિ સંખ્યાનો નિયમ કરાયો હોય અને તે સંખ્યાથી વધી જાય ત્યારે તેને ભંગાવીને મોટા કરાવીને દસાદિની સંખ્યા જાળવી રાખે છે તે આ બીજા પર્યાય કરવા સ્વરૂપ મુખ્યપ્રમાણનો અતિક્રમ છે. સાગરાદિથી પ્રેરાયેલો ધનબહુલ પરિગ્રહવ્રતને ભાંગીને સંસારમાં ભમ્યો. ક્યારેક દિ૫રિમાણ વ્રત કરીને સાગરાદિના ઉપદેશથી ભાંગ્યું. ઉપભોગ-પરિભોગ પણ સાગરની લોલુપતાથી ભંગાયું. હાસ્ય-અજ્ઞાન-તુચ્છત્વ-વિકથા વગેરેથી અનર્થદંડ વિરમણ વ્રત પણ નાશ કરાયું. આર્તધ્યાન-રૌદ્ર ધ્યાન-પ્રમાદ-કંજુસાઈ આદિથી સામાયિક-દેશાવગાસિક-પૌષધોપવાસ-અતિથિ સંવિભાગ વ્રતો ભંગાયા આ પ્રમાણે કેટલાક ભવોમાં એક વ્રતને, કેટલાક ભવોમાં બે વ્રતને, કેટલાક ભાવોમાં ત્રણ વ્રતને, કેટલાક ભાવોમાં ચાર વ્રતને યાવત્ કોઇક ભવમાં સ્વીકારેલ બારેય વ્રતો પણ આ મોહાદિ મહાશત્રુઓ વડે ભંગાયા. પછી કોઈક વખત આ કુંડિની નગરીમાં પરમ શ્રાવક સુભદ્ર સાર્થવાહની રોહિણી નામે પુત્રી થયો જિનેશ્વર સિવાય નથી બીજો કોઈ દેવતા જેનો એવી તે આ પરમ શ્રાવિકા થઈ. પછી અતિભકિતથી દેવોને વાંદે છે, ગુરુની પાસે ધર્મને સાંભળે છે, સાધ્વી જનની ઉપાસના કરે છે. અને આ ઘરજમાઈ વિમલ નામના વણિકપુત્રની સાથે પરણી. પછી પિતાની પ્રેરણાથી વિશિષ્ટ ધર્મને આરાધે છે. એક લાખથી અધિક સ્વાધ્યાય કર્યો. કર્મગ્રંથાદિ પ્રકરણોને પોતાના નામની જેમ જાણે છે તેણીએ શ્રાવકના બારે વ્રતોનો સ્વીકાર કર્યો અને નિરતિચાર પાલન કરે છે. પછી કોઈક વખત સભામાં બેઠેલા ચિંતાતુર મોહમહાચરટે દિશાઓનું નિરીક્ષણ કર્યું. પછી મંત્રી સામંત વગેરેએ કહ્યું કે હે દેવ! આદેશ કરો. પછી મોહરાજાએ કહ્યું કે આપણા શવ્વર્ગમાં રોહિણી અતીવ મળી ગયેલી દેખાય છે. તેથી આ હમણાં શું કરે છે ? પછી તેઓએ હસીને કહ્યું કે હે દેવ સર્વ પણ ત્યાં સુધી મળેલા રહે છે જ્યાં સુધી આપના માણસમાત્રના વિષય નથી બનતા. પછી મોહરાજાએ કહ્યું કે ત્યાં કોઈને પણ મોકલો જે તેને પરાંચમુખી કરીને પાછી વાળે આથી જેટલામાં તેઓ કોઇને પણ મોકલે તે પહેલાં સ્વયં ઉભી થઇને વિકથાએ કહ્યું કે આ આદેશ મને અપાય જેથી તેની કેટલી તાકાત છે તે હું જોઉં આથી બધાએ આને જવાનો ઇશારો કર્યો. અને સ્ત્રી પુરુષ કથા, ભક્ત કથા-રાજકથા-દેશકથા સ્વરૂપ ચારે પ્રકારોથી વિકથા તેની પાસે ગઈ. અને તે પરમ યોગિનીની જેમ તેના મુખમાં પ્રવેશી. પછી રોહિણી પિતાના ઘરે વસ્ત્ર-આચ્છાદન વગેરે નિશ્ચિતથી પ્રાપ્ત કરે છે. માતાપિતાની કૃપાથી ઘરમાં તેની પાસે કોઇપણ કાર્ય કરાવતું નથી. પછી મંદિરમાં ગયેલી જે કોઈ વાતૂડીને જુએ છે તેની પાસે જઈને બેસે છે. પછી દેવવંદનને છોડીને તેને કહે છે કે હલા! મારા વડે આ સંભળાયું છે અને તારે ઘરે આ બધું આજે થયું છે. તે કહે છે ના એવું કાંઈ નથી થયું. તને કોઈએ ઊંધું ભરાવ્યું છે પછી રોહિણીએ કહ્યું કે હું સાચી છું તું મારો પણ અપલા૫ કરે છે? તે બોલી કે તો શું હું ખોટી છું ? ઇત્યાદિ વિકથાને કરતી તેની સાથે લડાઈ થઈ. પછી વિકથા યોગિનીથી ઉત્સાહિત કરાયેલી બીજાની સાથે રાજકથા કરે છે. તે કંટાળીને ગઈ ત્યારે બીજીની 239

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282