Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 260
________________ પછી કેવળી ભગવંતે કહ્યું કે હે મહારાજ ! અનાદિકાળથી માંડીને આ પ્રમાણે અસ્ખલિત પ્રભાવ બતાવે છે. આથી જ સર્વપણ કેવલી ભગવંતો આ પ્રમાણે જણાવે છે - સમ્યક્ત્વ અને દેશવિરતિને પામેલા જીવો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં રહેલા પ્રદેશ પ્રમાણ અને સર્વવિરતિ આઠ ભવ અને શ્રુત સામાયિકવાળા જીવો અનંતા ભવ કરે છે. સમ્યગ્દષ્ટિઓ અને દેશવિરતિધરો દરેક ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાત ભાગમાં જેટલા પ્રદેશોની સંખ્યા હોય તેટલા ભવો સુધી ભમે છે. આઠ ભવ સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યેય ભાગમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા ભવો ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ અને દેશવિરતિવાળા થાય છે. જઘન્યથી એક ભવ, ત્યારપછી સિદ્ધ થાય છે. અહીં સમ્યક્ત્વભવનું અસંખ્ય દેશવિરતિભવના અસંખ્ય કરતા મોટું છે. વચ્ચે વચ્ચે સમ્યક્ત્વ કે દેશવિરતિ વિનાના ભવો ગણવાના નથી. અને ચારિત્રના ઉત્કૃષ્ટથી આઠ ભવ પછી સિદ્ધ થાય છે. વચ્ચેના ચારિત્ર વિનાના ભવો નહીં ગણવા. શ્રુતસામાયિકવાળા એટલે કે સામાન્યથી મિથ્યાદષ્ટિ કે સમ્યગ્દષ્ટિની વિવક્ષા વગર બેઇન્દ્રિય વગેરેમાં અનંતા ભવોને કરે છે એ પ્રમાણે અર્થ છે. પછી રાજાએ કહ્યું કે હે ભગવન્ ! આ સંસારી જીવ સર્વવિરતિ કન્યાને પરણીને ચારિત્રધર્મ મહારાજના સૈન્યને સહાય કરનારો ક્યારે થશે ? પછી કેવલી ભગવંતે કહ્યું કે થોડાંક સમયને અંતરે ચારિત્રને ગ્રહણ કરશે. તે એકાગ્ર મનથી સાંભળો. પછી રાજાએ કહ્યું કે આ હું સાવધાન થયો છું પ્રસાદ કરીને ભગવાન જણાવે. પછી કેવલી ભગવંતે કહ્યું કે - હે મહારાજ ! આ મનુષ્ય ક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર છે. સમીરણ નામનો મહારાજ છે અને તેની જયંતી નામની સ્રી છે અને કોઇક વખત તેના ઘરે કર્મપરિણામ રાજા આ સંસારી જીવને લઇ આવ્યો. તે બંનેને પુત્ર જનમ્યો આનું અરવિંદ એવું નામ કરાયું. કળા ભણ્યો અને યૌવનને પ્રાપ્ત થયો અને અવસરે કર્મરાજા વડે ગુરુ લવાયા અને ઉદ્યાનોમાં પર્યટન કરતા અરવિંદકુમારે ગુરુને જોયા. પછી હર્ષપૂર્વક ગુરુની પાસે ગયો અને પ્રણામ કરીને બેઠો. પછી કર્મ રાજાએ આને શુભતમ અધ્યવસાય સ્વરૂપ તલવાર અર્પણ કરી અને આણે તે ખડ્ગથી મોહાદિ શત્રુઓના સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ સ્વરૂપ શરીરનો ટુકડો કાપ્યો. પછી ગુરુએ સમ્યગ્દર્શન અને ચારિત્રધર્મ એ બેને બતાવીને સર્વવિરતિ કન્યાના ગુણોનું વર્ણન કર્યું. પછી ઉત્પન્ન થયો છે ચારિત્રનો તીવ્ર અનુરાગ જેને એવા અરવિંદકુમાર માતા-પિતાદિના સર્વસંગોને છોડીને ગુરુવડે અપાયેલા વેશથી પરમભૂતિથી સર્વવિરતિને પરણ્યો. પછી સમસ્ત પણ ચારિત્ર ધર્મરાજનું સૈન્ય ખુશ થયું. સારી રીતે આનંદિત થયેલ સદ્બોધ તેની પાસે રહ્યો. સમ્યગ્દર્શન સ્થિર થયો. સદાગમ દરરોજ પરિચિત થાય છે, પડિલેહણાદિ ક્રિયાકલાપનો અભ્યાસી થાય છે. અને આ પ્રશમથી અલંકૃત કરાય છે. માર્દવથી શોભાવાય છે. આર્જવથી વિભૂષિત કરાય છે.સંતોષથી શોભાવાય છે. પ્રકર્ષથી તપના પરિચયને કરે છે. સંયમની સાથે રમણ કરે છે. સત્યપક્ષની પ્રીતિ કરે છે, શૌચની ભાવના કરે છે, એક ક્ષણ પણ અકિંચન્ય, બ્રહ્મચર્યાદિથી મૂકાતો નથી. આ પ્રમાણે એને સદ્બોધ મળ્યો. સદાગમથી ઉત્સાહિત કરાયેલો દરરોજ મોહના સૈન્યને હણે છે. કેવી રીતે હણે છે ? અપ્રમાદરૂપી મહાગંધ હસ્તિપર આરોહણ કરે છે. શુભ મનોવૃત્તિ રૂપી ધનુષ્યમાંથી મૂકાયેલ સદ્ભાવના રૂપી મહાબાણોથી પ્રહાર કરે છે 243

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282