Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 255
________________ પ્રમાણે અદત્ત ધન-ધાન્ય-દ્રવ્ય-સુવર્ણ-રજત-વસ્ત્ર-તૃણ ઇંધનાદિ સ્થૂળ વસ્તુઓના ગ્રહણના ત્યાગ સ્વરૂપ ત્રીજું સ્થૂળ અદત્તા-દાન વિરમણવ્રત દ્વિવિધ ત્રિવિધથી ગ્રહણ કર્યું અને તેણે ચોરે લાવેલ દ્રવ્ય રાખવું, ચોર પ્રયોગ (ચોરને ચોરી કરવા પ્રેરણા કરવી), રાજ્યવિરુદ્ધ આચરણા (રાજ્યના શત્રુ સાથે વ્યવહાર રાખવો), ખોટા તોલ-માન-માપ કરવા, સરખી વસ્તુનો સંયોગ કરવો (વસ્તુ ભેળસેળવાળી કરવી) આ પાંચ અતિચારનું પચ્ચક્ખાણ કર્યું. પ્રત્યાખ્યાનાવરણ બહુલી (માયા) અને સાગર (લોભ) સ્તેયાદિના ઉપદેશથી આ વ્રતને ભાંગીને સમ્યક્ત્વની વિરાધના કરીને હીન દેવાદિના ઉત્પત્તિ ક્રમથી તે જ પ્રમાણે સદાય દારિદ્રયાદિ ભાવથી ઘણો સંસાર ભમ્યો. અને કોઇ વખત દત્ત નામના શ્રાવક જન્મમાં દેવ-તિર્યંચ સ્ત્રીઓનું દ્વિવિધ-ત્રિવિધથી અને મનુષ્ય સ્રીઓનું એક-વિધ એકવિધથી (કાયાથી ન કરવું) સંભોગના નિયમ સ્વરૂપ, ઇત્વરપરિગૃહીતા સ્રી અને અપરિગૃહીતા સ્રીને ભોગવવું, કામને વિશે તીવ્ર-અભિલાષ, અનંગક્રીડા (બીભત્સ ચેષ્ટાઓ) અને પારકાના વિવાહ આ પાંચ અતિચારથી વિશુદ્ધ એવા ચોથા સ્થૂળ મૈથુન વિરમણ વ્રતને સ્વીકાર્યું પણ તીવ્ર પુરુષવેદના ઉદયથી-મૈથુન વિષયના અભિલાષથી-ચક્ષુઃ સ્પર્શનાદિ ઉપાધિથી તે વ્રતને પણ ભાંગીને, સમ્યક્ત્વની વિરાધના કરીને હીન દેવાદિ જન્મના ક્રમથી નપુંસકાદિ રૂપે ઘણો સંસાર ભમ્યો. અને કોઇક વખત ધનબહુલ શ્રાવક જન્મમાં, ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણ-ધન-ધાન્યદ્વિપદ-ચતુષ્પદ-કુષ્ય વસ્તુઓના પરિમાણ કરવા સ્વરૂપ પાંચમાં સ્થૂળ પરિગ્રહ વિરમણ વ્રતને સ્વીકાર્યું અને યોજન-પ્રદાન બંધન-કારણ-ભાવોથી ક્ષેત્રાદિ પ્રમાણને ઓળંગવા સ્વરૂપ પાંચ અતિચારોનું નિયમન કર્યું. અને કંઇક સમજવા કઠીન હોવાથી તેનું વર્ણન કરાય છે. તેમાં ૧) નિયમ ઉપરાંત ક્ષેત્ર કે વાસ્તુને ગ્રહણ કરવાની ઇચ્છાવાળો પાસેનું ક્ષેત્ર કે વાસ્તુ ખરીદીને તેની વાડ કે દિવાલની મર્યાદાને તોડીને જે એક કરે છે તે યોજનથી ક્ષેત્રવાસ્તુ પ્રમાણનો અતિક્રમ છે. ૨) હિરણ્ય-રજત અને સુવર્ણનું ચાતુર્માસાદિ અવધિ સુધી પરિમાણ કરાયે છતે તુષ્ટ થયેલ રાજાદિ પાસેથી હિરણ્યાદિ મળે છતે હું નિયમ પૂર્ણ થયા પછી ગ્રહણ કરીશ એમ કહીને બીજા સ્વજનાદિના હાથે આપીને રાખી મૂકે છે આ પ્રદાનથી હિરણ્ય-સુવર્ણાદિનો અતિક્રમ છે. ૩) ગણી શકાય તે ધન, ચોખાદિ ધાન્ય છે તે ધન-ધાન્યાદિનું પરિમાણ નિયત કરાયે છતે નિયમથી અધિક આ પૂર્વે મળ્યું હોય અથવા મેળવતો કોઇક વખત ગ્રહણ કરવાની ઇચ્છાવાળો ચાતુર્માસ પછી ઘરમાં રહેલા ધનાદિ વેચાયે છતે કે વપરાયે છતે હું ગ્રહણ કરીશ એ પ્રમાણે વચન નિયંત્રણ સ્વરૂપ મુંડા (૫૯) વગેરેમાં બંધન કરીને બીજાના ઘરમાં રાખી મૂકવા સ્વરૂપ કે સોદા કરવા સ્વરૂપ જ્યાં આ કરે છે ત્યાં બંધનથી ધન ધાન્ય પ્રમાણાતિક્રમ કહેવાય છે. ૪) દ્વિપદ એટલે સ્ત્રી-પુત્ર-દાસી વગેરે અને ચતુષ્પદ એટલે અશ્વ વગેરે તેનું સંવત્સરાદિ મુદત સુધી પરિમાણ કરાયેલું હોય, સંવત્સરની મધ્યમાં તેના પ્રસવનો સંભવ હોય ત્યારે કેટલોક (૯) મુંડો દસ કળશીનું એક જૂનું માપ અથવા સો મણનું માપ જેનાથી અન્નનું માપ થાય છે. 238

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282