Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 244
________________ ઘેબરાદિથી આ તે જાર પુરુષને પોષે છે અને દરરોજ કીડા કરે છે અને પતિને ક્યારેક કુંકુમ જેવા લાલ સુકેલા પુષ્પો, કોઈક વખતે બીજોરુ-દાડિમ-ફળાદિક કાંઈપણ અપૂર્વવસ્તુ આપે છે અને કહે છે કે સર્વ આપત્તિઓમાં (કપરા સંયોગોમાં) મારાવડે ભક્તિથી ખુશ કરાયેલા, રજુઆત કરાયેલા એવા તારા માતાપિતા અંતર (ગુમ-અદશ્ય) હાથથી આપે છે. પછી આ ઊઠીને તેઓને ભક્તિથી સાષ્ટાંગ પ્રણામ કરે છે અને શેષાદિકને મસ્તક પર ચઢાવે છે અને જો કોઈ કહે કે “તારી પત્ની કેવી દુઃશીલ છે' ત્યારે કહે છે કે હું જાણું છું. આથી જ મારી પ્રિયાએ પ્રથમથી જ મને સર્વ જણાવ્યું છે. એ પ્રમાણે કોઈને જવાબ આપતો નથી. પછી કોઈક દિવસે બીજાની ઘણી ચિંતા કરનારે આને કહ્યું કે જે તારા ઘરે રોજ ભોજન કરે છે તેને હું બતાવું, તું અહીં આવે અને પછી આ તેને ઘરે ગયો. પોતાના ઘરમાં બેઠેલા તેને (જારને) જોયો. પછી ત્યાંથી આવીને સર્વ પણ યથાવત્ કહીને પુછયું કે હે પ્રિયા ! આ શું છે ? પછી સ્ત્રીએ કહ્યું કે તું પણ બીજાના ઘરને ભાંગનારા લોકના વચનમાં લાગ્યો? તેથી ક્યા મનોરથોને મેળવીશ? તું ઘણાં રૂપ-આકૃતિ આદિથી સરખાને જોઈશ, પછી મારી સમાન પણ કોઈકને જોઇને આલિંગન કરતા તું તારું રક્ષણ કરજે, નહીંતર ક્યાંય અનર્થમાં પડીશ. ઇત્યાદિ વચનોથી તેની તર્જના કરીને પોતાને ક્રોધી બતાવીને ભોજન માટે ઘરે આવતો જાર પુરુષ તેના વડે નિષેધ કરાયો. હવે પોતાને ઘરે ઘણું દૂધ આપનારી ઉત્તમ ભેંસ હતી. તેથી કોઇક દિવસે સિંહની પત્ની વડે તે જાર પુરુષ વડે હરણ કરીને કોઈક ગુપ્ત પ્રદેશમાં રખાઈ. પછી સિંહે પત્નીને કહ્યું કે હે પ્રિયા ! આપણી ભેંસ દેખાતી નથી. સ્ત્રીએ કહ્યું કે હું શું કરું ? પછી તે પ્રસંગથી દુઃખી થયેલો આ ભેંસને સર્વત્ર તપાસ કરે છે તો પણ ક્યાંયથી ભેંસની ભાળ મળતી નથી. પછી ઘરે પાછો આવીને મોટો નિસાસો નાખીને બેઠેલો કહે છે કે હે પ્રિયા ! આ પૃથ્વી પર ક્યાંય ન મળે તેવી ભેંસ ગઇ. પછી તેણીએ કહ્યું કે જેવી તારી પિતૃભક્તિ છે તેવી પિતૃભક્તિથી હજુ પણ કંઇક ધન જશે. પછી જલદીથી ઊઠીને સિંહ તેના પગમાં પડીને કહ્યું કે જેમ તું કહે છે તે તેમજ છે. લોકોક્તિઓથી અમે પણ માતા-પિતાની અવજ્ઞા કરી. તેથી હમણાં તેઓની એવા પ્રકારની આરાધના કરી જેથી ફરી પણ આપણા પર પ્રસન્ન થાય. તેથી આ (પત્ની) ગુસ્સે થઈ. હે માતા ! ક્યાંય પણ પુરુષ નથી તેથી તું પાછી જા. એ પ્રમાણે આક્ષેપ સહિત બોલતી ચરણના પ્રહારોથી ફરી ફરી હણીને તેનું મુખ પાછું ફેરવે છે. પછી તેના બે પગમાં મસ્તકને દઢ મૂકી અતિ આગ્રહથી તેને વળગીને રહ્યું છતે સ્ત્રીએ કહ્યું કે તારા માતાપિતાની હું ફરીથી આરાધના કરીશ અને ફરી તેઓ તારા પર કૃપા કરશે પરંતુ ફરી પણ તું આ પારકા ઘરની પંચાતમાં પંડિત એવા લોકોના વચનોને મનમાં લઇશ? પછી તેણે કહ્યું કે “આ જન્મમાં આવું નહીં થાય.’ શું હું આટલું પણ શીખ્યો નથી ? પછી આણે આને વશમાં રાખીને પ્રવર બલિ બનાવ્યો. સુગંધીકુલો ચઢાવાયા અને માતાપિતાની પૂજા કરી, સુગંધી ધૂપને ત્યાં સુધી ઉવેખ્યો જ્યાં રાત્રીનો પ્રથમ પહોર પૂર્ણ થયા પછી તે પુરુષને બોલાવીને પતિને નિવેદન કર્યું કે માતાપિતા સંબંધી મનુષ્ય ત્યાં આવીને રહ્યો છે. પછી તેણે કહ્યું કે તું ત્યાં જા અને તેના વચનને સાંભળ,તેની ઉદાર ભક્તિને કર. વધારે શું ? જે રીતે સર્વ સારું થાય તેમ કર. પછી આ ગઈ અને પૂર્વની જેમ જ પ્રવૃત્તિ કરી અને પ્રભાતે પ્રિયતમને કહ્યું કે ઘણાં પ્રકારની માનતાઓથી 227

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282