Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 248
________________ ગજેન્દ્રનો પુત્ર તેની પાસે આવ્યો. માનના સંનિધાનથી (હાજરીથી) કુલાયેલું છે હૃદય જેનું, ઊંચે ચઢાવાઈ છે આંખો જેના વડે, થાંભલા જેવું અક્કડ થયું છે શરીર જેનું એવો કુબેર પોતાના પરાક્રમના મદના ઉત્કર્ષથી શરીરમાં માતો નથી. ભૂમિમંડલપર માતો નથી, ત્રણ ભુવનમાં પણ માતો નથી અને સકલ જન સમક્ષ બોલે છે કે “અમારા પૂર્વજોએ રાંડની જેમ રાજ્ય કર્યું કે જેઓ આ વરાકડાને પણ સાધી ન શક્યા. આ ધનંજય માત્ર વણિક જ છે. જે આના ઘરે અમારો જન્મ ન થયો હોત તો આટલા દિવસોમાં તે મહાચરટે ધનંજયને બાંધીને પકડી લીધો હોત” પછી પાસે રહેલા પરોપજીવી હજુરીયાઓ કહે છે કે કુમારે સારું જણાવ્યું. આ પ્રમાણે જ છે. દેવોને પણ આ અસાધ્ય છે કુમારદેવ એવા આપને છોડીને અન્ય બીજો કોણ આને પકડવા સમર્થ થાય? નહીંતર આટલા દિવસો સુધી કોઈપણ આનું સામું જોવા કેમ શક્તિમાન ન થયો. તેઓ વડે ફુલાવાયેલો (અસત્ પ્રશંસા કરાયેલો ) આ ગાઢતર અક્કડ બને છે. પછી પોતાના સ્થાને પહોંચેલો પિતાને પ્રણામ કરવા ન ગયો અને સ્વયં કંઇપણ વાત ન કરી. માતાને પણ નમન ન કર્યું. દેવોને પણ નમસ્કાર કરતો નથી, ગુરુઓને પણ વંદન કરતો નથી, વૃદ્ધોનું પણ બહુમાન કરતો નથી, પાસે રહેલા વિદ્વાનોની સાથે પણ વાત કરતો નથી. ફક્ત કરાયો છે શ્રેષ્ઠ શૃંગાર જેના વડે, મોટા આસન ઉપર બેઠેલો, તાંબૂલથી ભરાયું છે મુખ જેનું, સ્કૂલના પામતી વાણીથી ક્યારેક કંઈક બોલતો, કરાઈ છે એક આંખ કાણી જેના વડે, વક કરાઇ છે એક આંખ જેનાવડે, સંપૂર્ણ ત્રણ ભુવનને ઘાસની જેમ જોતો પોતાના આવાસ મહેલમાં જ હલકા જનોથી વીંટળાયેલો રહે છે. પછી બીજા દિવસે રાજાએ શિખામણ આપીને પ્રધાન તથા મંત્રીઓને તેની પાસે મોકલ્યા. તેઓએ કુમારની પાસે જઈને કહ્યું કે હે કુમાર ! દેવ કહેવડાવે છે કે અમે ઘણાં દિવસથી ઉત્કંઠિત છીએ. તમારે અહીં આવવું અને અમારું દર્શન કરવું અને પછી સંકોચિત કરેલ નાકના ટેરવા ઉપર મૂકાયેલ છે એક આંખ જેના વડે એવા કુમારે તિરસ્કાર પૂર્વક કહ્યું કે ત્યાં આવવાનું શું પ્રયોજન છે ? શું બીજા કોઇવડે આ (ધનંજય) સંકટમાં નંખાયો છે ? જો એ પ્રમાણે છે તો તમે વાત કરો જેથી તેમને બાધા કરનાર ઇન્દ્રને પણ બાંધીને તેની પાસે મોકલું પણ અમે કોઈની પાસે આવશું નહીં. જે અમારી પાસે પણ કોઈપણ નહીં, આવે તો અમારે કોઈનું પણ પ્રયોજન નથી કારણ કે કોના જેવાને કોણ યોગ્ય છે? અને કોઇવડે શું કંઈ પ્રાપ્ત કરાય છે? પછી મંત્રીઓએ કહ્યું કે હે કુમાર ! પોતાની શૌર્યકથા માત્રથી નાશ કરાયા છે દુશ્મનના સમૂહ જેના વડે, પિતૃજનને વિશે ભક્તિવાળો એવો પ્રતાપવાળો તું પુત્ર હોય ત્યારે દેવને કોઈપણ બાધાકારી નથી. પરંતુ પિતાની પાસે પણ હું નહીં જાઉં એવું બોલવું તારા જેવાઓને ઉચિત નથી કારણકે - શૌર્ય કે સૌન્દર્ય, વિદ્યા, લક્ષ્મી, વાણી, કુશળતા કે અન્ય કોઇ ગુણ હોય તો પણ વિનયઅલંકારથી રહિત હોય તો તે ગુણ શોભાને પામતો નથી. સેંકડો ગુણોથી ત્યાગગુણ અધિક છે તે મને સંમત છે જે તેને વિદ્યા વિભૂષિત કરે છે તો તેનું શું કહું? જે અહીં શૌર્યપણ પૂરતું હોય તો પણ તે ગુણોમાં વિનયગુણ બધાનો રાજા છે (અર્થાત્ સર્વ ગુણોમાં વિનયગુણ પ્રધાન છે.)” અને શાસ્ત્રોમાં કુમારવડે પણ સંભળાયું છે કે આ લોકમાં માતા-પિતા, સ્વામી અને ગુરુના ઉપકારનો બદલો દુઃખે કરી વાળી શકાય 231

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282