Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 246
________________ વિમલ શ્રેષ્ઠીએ જાણ્યું અને સમસ્ત નગરના લોકોએ જાણ્યું. પછી જો કોઇપણ કંઇપણ શિખામણ આપે ત્યારે તેની ઉપર અધિકતર ગુસ્સો કરે છે અને પછી જ્યાં સુધી સર્વે પણ પરિજને અને સમ્યગ્દર્શને તેનો ત્યાગ ન કર્યો ત્યાં સુધી વારંવાર દ્વેષરૂપી અગ્નિથી બળતી રહી. પછી મિથ્યાદર્શન અને શેષ મોહનું સૈન્ય શંકા વિના અધિષ્ઠિત થયું. અને કોઈક વખત ટ્રેષમાં તન્મય બને છે ત્યારે કોઈપણ મહર્બિક શિષ્ટ પુરુષ વિમલશ્રેષ્ઠીની પાસે આવે છે અને તેના ઘરમાં બેઠેલા તેણે મૌનને ભજનારી પુત્રવધૂને ગાઢ આક્રોશ કરતી જિનશ્રીને જોઈ. પછી તેણે કહ્યું કે હે મહાભાગ ! તું ફોગટ આ પ્રમાણે કેમ ખેદ પામે છે? કારણ કે આ ઘર કોની માલિકીનું છે ? અને આ લક્ષ્મી કોની સાથે જવાની છે ? કેટલાક દિવસોને અંતે તું નહીં હોય અને આ ઘર નહીં હોય અને આ લક્ષ્મી નહીં હોય અને તારી પુત્રવધૂ સારા સ્વભાવવાળી જણાય છે તેથી આને નિરર્થક કેમ સંતાપે છે ? અને આવતીકાલે પણ ઘર પુત્રવધૂને આધીન થશે ઈત્યાદિ તેના વડે કહેવાય છતે આ (જિનશ્રી) તે શિષ્ટ પર મહાદ્વેષને પામી, પરંતુ તેના વિશે તેનું કાંઈ ચાલ્યું નહીં. પછી હવે ! માયાવિની ! દુષ્ટા ! તારાવડે કાંઈપણ સંકેત કરીને આ સુભાષિત બોલનારો મારી પાસે લવાયો છે એ પ્રમાણે આપપૂર્વક બોલતી, પાસે રહેલી તીણ શાક સુધારવાની છૂરીને લઈને તે મહાદુષ્ટા ધનશ્રી પુત્રવધૂ તરફ દોડી, પછી પકડીને તેને નીચે પાડી તેને હણવાની ઈચ્છાથી તેની છાતી પર ચઢી બેઠી. પછી હાહાંરવ કરતો સર્વ પણ પરિજન દોડ્યો પછી અતિશય ક્રોધી જિનશ્રીએ પરિજનને હણવાની શરૂઆત કરી. પરિજન પણ જેટલામાં પગની પાની-ઢેફા-લાકડી આદિથી હણવાની શરૂઆત કરી તેટલામાં જિનશ્રીએ ધનશ્રી પુત્રવધૂને મારી નાખી અને જિનશ્રી પણ સમસ્ત પરિવાર વડે મરાઈ. અને આ અન્યાયને જોઈને વિમલશ્રેષ્ઠીએ કુટુંબ સહિત દીક્ષા લીધી અને જિનશ્રીનો જીવ નરકમાં જઈને ફરી મત્સ્ય અને એકેન્દ્રિયાદિમાં અતિ દુઃખી થયેલો ઘણો કાળ સંસારમાં ભમ્યો. . અને કોઈક વખત મનુષ્યોમાં જવલનશિખ નામનો ધનવાન બ્રાહ્મણ થયો. પછી સાધુ અને શ્રાવકના સંસર્ગથી ક્યાંકથી તે ભવમાં પણ સમ્યકત્વનો લાભ થયો. ઘણાં દિવસો સુધી જિનધર્મનું પાલન કર્યું અને કોઈક વખત મોહરાજાએ તેની પાસે નિર્ધનતાને મોકલી અને તેની સાથે તેની સહચારિણી દરિદ્રતા આવી અને તે બે વડે સતત આલિંગિત કરાયેલા જ્વલનશિખે કોઈક પણ છેવટના ગામનો આશ્રય કર્યો. પછી આજીવિકાનો કોઈ ઉપાય નહીં હોવાથી સ્વયં જ હળને હાંકે છે. અને આ બાજુ જેનું બીજુ નામ વૈશ્વાનર છે એવા ષ ગજેન્દ્રના મોટા પુત્ર અનંતાનુબંધી કોઠે દ્રષગજેન્દ્રને જણાવ્યું કે હે તાત! પૂર્વે પણ જવલનશિપની પાસે હતો પણ વચ્ચે તે વૈરી સમ્યગ્દર્શન આવીને રહ્યો. તેણે અમને દૂર કર્યા. પણ હમણાં ત્યાં જવાનો અવસર વર્તે છે. તેથી તમે આરામ કરો અને મને હમણાં જવાનો આદેશ કરો. હું હમણાં મારું વીર્ય ફોરવીશ. પિતાની કૃપાથી તે સ્થાનથી પોતાના વૈરીને બહાર કાઢીશ પછી પિતાવટે રજા અપાયેલ અનંતાનુબંધી કોઈ જવલનશિપની પાસે આવ્યો અને તેના સંનિધાનથી આ પણ યથાર્થનામવાળો થયો. નમ્રતાથી કહેવાયું હોય તો પણ ગુસ્સે થાય છે અનપરાધીપર ઘણો ગુસ્સે થાય છે. અલ્પ 229

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282