Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 238
________________ જણાયું. તે વૈરીઓ વડે તમારા શરણથી રહિત કરાયેલ રોકટોક વગર દુઃખોનું ક્ષેત્ર કરાયેલ એવા મારું કોણ શરણ થશે ? ગુરુવડે પ્રેરણા કરાયેલ શ્રુતિએ તેને ફરીથી કહ્યું કે હે ભદ્ર! મારાવડે પૂર્વે તને અનંતવાર નિવેદન કરાયું છે.પરંતુ ક્યારેક જડતાથી, ક્યારેક અશ્રદ્ધાથી, ક્યારેક દ્વેષથી, ક્યારેક મોહથી, ક્યારેક લુચ્ચાઇથી, ક્યારેક મદથી કુદૃષ્ટિની પુત્રીમાં ગાઢ રાગથી આંધળા થયેલા તારા વડે અનેકવાર બધું નિષ્ફળ કરાયું. તેથી જ હિતબુદ્ધિથી તારે પોતાને હિતકારી એવું મારું વચન સાંભળવું. પછી અંજલિ જોડીને ઉપયોગપૂર્વક આ (વિશ્વસેન) સાંભળે છે. પછી શ્રુતિએ કહ્યું કે ચારિત્ર ધર્મરાજા વડે મૂકાયેલ છે રાજ્યનો મહાભાર જેના ઉપર, સદ્ગુણ રૂપી અમૃતનો સાગર, સદાગમનો સગોભાઇ,સદ્બોધનો મોટો ભાઇ, સર્વજીવોને હિતકારી એવો સમ્યગદર્શન નામનો સન્મત્રી છે. સ્મરણ કરાતું છે સમ્યગ્દર્શનનું અદ્ભૂતવીર્ય જેનાવડે એવું મોહરાજાનું સંપૂર્ણ સૈન્ય છેદાયેલા પાંખવાળા પક્ષીની જેમ તેના નામથી પણ કંપે છે. જેના વડે શત્રુ, પત્ની અને સંતાનોથી સહિત એવો દુષ્ટ મિથ્યાદર્શન વિશેષથી અનેકવાર ચૂર્ણ કરાયો છે. સમ્યગ્દર્શન ધર્મરૂપી મહેલનું સત્પીઠ (પાયો) છે. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ છે, સમગ્ર ગુણો રૂપી ભૂમિની પીઠને ઊંચકનાર શેષનાગ છે. અહીં તેવી કોઇ સમૃદ્ધિ નથી, તેવું કોઇ સુખ નથી, તેવું કોઇ સ્થાન નથી જે તુષ્ટ થયેલ સારી રીતે આશ્રિત કરાયેલો આ સમ્યગ્દર્શન જીવોને ન આપે. તેને રૂપ-સૌભાગ્ય-આદિ ગુણોની એક ભૂમિ એવી ધર્મબુદ્ધિ એ પ્રમાણે યથાર્થનામની લોકમાં પ્રસિદ્ધ થયેલી પુત્રી છે. જે ચિત્તમાં પણ ધારણ કરાયેલી તરત જ જીવોને સુખી કરે છે. અમૃતની નદી એવી તેની સાથેનો સંગમ નિઃસીમ સુખને કરનારો છે. જે જીવો તે ધર્મબુદ્ધિને ભજે છે તેઓ જ તેના વડે બતાવાયેલા સમ્યગ્દર્શન નામના મહામંત્રીને જુએ છે અને જોવાયેલો એવો તે મોહરૂપી શત્રુસૈન્યના દુઃખના સમૂહથી ત્રાસિત કરાયેલ છે મન જેઓનું એવા સર્વજીવોનું સદા રક્ષણ કરનારો થાય છે. પણ જે જીવોને તેની પુત્રી સાથે અર્થીપણું નથી તેઓનું રક્ષણ તો દૂર રહો પણ તેઓ તેને જોતા પણ નથી. તેથી જો તારે તેની સાથે અર્થીપણું હોય તો હે સુંદર ! હું તને કંઇક બતાવું છું. જેથી તને સ્વસ્થતા થાય. આ હું તૈયાર થઇને રહ્યો છું, કૃપા કરીને સમુત્સુક ચિત્તવાળા મને તે અહીં જલદી બતાવાય. પછી તેની વિશેષ યોગ્યતાને જાણીને સદાગમ અને શ્રુતિના મુખથી ગુરુવડે ફરી પણ મોહના મહાચરટ મિથ્યાદર્શન અને કુધર્મબુદ્ધિ આદિનું વૈગુણ્ય વિસ્તારપૂર્વક ત્યાં સુધી વર્ણન કરાયું અને ત્યાં સુધી શુદ્ધ ધર્મના ગુણો બતાવાયા જ્યાંસુધી આની શુદ્ધધર્મ કરવાની બુદ્ધિ જાગ્રત થઇ. પછી સંવિગ્ન મનવાળા તેણે કહ્યું કે હે ભગવન્ ! તમારા વડે કરાયેલ સદાગમ શ્રુતિના પ્રસાદથી મને ધર્મબુદ્ધિની પ્રાપ્તિ થઇ અને તેની પ્રાપ્તિ થયા પછી હું વિચારું છું કે તમારા ઇચ્છિત એવા ધર્મને આરાધું. કુષ્ટિ અને કુધર્મબુદ્ધિના સંસર્ગનો ત્યાગ કરું. તેથી કૃપા કરીને પોતાના ધર્મ કરવાના ઉપાયના વિધિને કહો. તેથી ગુરુએ કહ્યું કે હે ભદ્ર ! જો તને આ ધર્મબુદ્ધિમાં સ્થિર અનુરાગ હોય તો આ ધર્મબુદ્ધિ જ અમારા જેવાને ધર્મકર્મના ઉપાયોના વિધિકથનમાં ઉત્સાહિત કરે છે. તેથી અહીં શુદ્ધધર્મ કરવાની ઇચ્છાવાળાએ તેટલામાં પ્રથમ જ બીજાના, ત્યાગથી સમ્યગ્ મન-વચન અને કાયાથી, સ્વામીભાવથી સમ્યગ્દર્શન નામના અમાત્યનો સ્વીકાર કરવો જોઇએ. સર્વપ્રકારે 221

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282