Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 236
________________ કર્મપરિણામે નજીકમાં આવીને યોગ્ય સમયે છૂપી રીતે યથાપ્રવૃત્તકરણ નામનું ખગ તેને અર્પણ કર્યું અને કાનમાં કહ્યું કે આ ખગથી પોતાના વૈરી મોહરાજના શરીરના કંઇક ન્યૂન સિત્તેરમાં ભાગને છોડીને બાકીના સાધિક ગણોસિત્તેર ભાગોને તથા જ્ઞાનાવરણીયદર્શનાવરણીય-વેદનીય તથા અંતરાય આ ચાર સામંતોના પણ શરીરના કંઈક ન્યૂન ત્રીશમાં ભાગને છોડીને બાકીના સાધિક ઓગણત્રીસ ભાગોને એ પ્રમાણે નામ ગોત્ર એ બે શત્રુઓના પણ શરીરના કંઇક ન્યૂન વીશમાં ભાગને છોડીને બાકીના સાધિક ઓગણીશ શરીરના ભાગોનો છેદ કર. પછી આટલા પ્રમાણથી શરીર ભાગોને નાશ કરીને નીચલી સ્થિતિમાં કરાયેલા શરીર વિભાગો વડે સમસ્ત પણ તેનું સૈન્ય ખંડિત અને હરાવેલું થશે. પછી નિરાકુલ થયેલો એવો તું સકળસુખના સમૂહનું કારણ એવા સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના ધારને જોઇશ અને તે દ્વાર નિબિડ રાગદ્વેષની પરિણતિ રૂ૫ ગ્રંથિ રૂપી કપાટથી બંધ છે. તે સમ્યગ્દર્શનના ભવન દ્વારને ઉઘાડવામાં ફરી પણ હું ઉપાયને કહીશ. ત્યાં સુધીમાં હમણાં મેં જે ઉપદેશ્ય છે તેનું તું આચરણ કર. પછી નંદને તેમ કર્યું અને કર્મરાજાવડે વિજયવર્ધન નગરના દરવાજા પર આવેલા સહસામ્રવન ઉદ્યાનમાં સદ્ગુરુ અને સદાગમ બે લવાયા અને તેઓની પાસે નંદન લઈ જવાયો અને તેને સહાય કરનારી દક્ષતા અપાઇ. દક્ષતાના ભયથી શૂન્યતા(જડતા) નાશી ગઈ અને આ બાજુ મોહરાજા મૂર્ષિત થયે છત, જ્ઞાનાવરણીયાદિ સામંતો રડે છતે, નામ અને ગોત્ર એ બે આકાન્ત કરાવે છે તે, રાગકેસરી પ્રમુખ સમસ્ત સૈન્ય વિલાપ કરે છતે, કોઈક કોઈક રીતે પણ પોતાને સ્વસ્થ કરીને, ટેકો લઈને, મિથ્યાદર્શન મહત્તમ ઊભો થયો, તેવી સ્થિતિમાં રહેલા સમગ્રપણ સૈન્યને જોયું અને પછી પગથી માંડીને મસ્તક સુધી કોધથી ભરેલ મિથ્યાદર્શન મહત્તમ અશ્રદ્ધાન નામના મહાદુષ્ટ ચૂર્ણને લઇને દોડ્યો અને જલદી નંદન પાસે પહોંચ્યો. સદ્ગુરુ અને સદાગમ એ બે વડે શુદ્ધ કૃતિના મુખથી સર્વે પણ મોહમિથ્યાદર્શનાદિના દોષો નંદનને સમ્યક કહેવાયા. ચારિત્રધર્મ અને સમ્યગ્દર્શનાદિના સર્વ પણ ગુણો બતાવાયા અને ધર્મના ફળ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષ જણાવાયા અને પાપકર્મોના ફળો સ્વરૂપ નરક વગેરે બતાવાયા. પછી દક્ષતાના પ્રભાવથી નંદને તે સર્વ પણ જાણ્યું. આટલામાં મિથ્યાદર્શને નંદનને જલદીથી અશ્રદ્ધાન નામનું મહાદુષ્ટ ચૂર્ણ આપ્યું અને મહાદુષ્ટચૂર્ણથી ભાવિત થયેલા નંદને વિચાર્યું કે અહો! તે મોહ મિથ્યાદર્શન વગેરે ક્યાં? અને આ ચારિત્રધર્મ-સન્દ ર્શન વગેરે ક્યાં? પાપીની સાથે જ તે નરકાદયો કોના વડે જોવાયા છે? ધર્મના ફળ સ્વરૂપ સ્વર્ગ અને મોક્ષમાંથી કોણ આવેલું છે? તેથી ચારિત્રધર્મ વગેરેની આ વાચાળતા મહાસાહસ સ્વરૂપવાળી છે એમ વિચારીને પાસે રહેલા મોહાદિને ધીમેથી વારંવાર કહેતો આ નંદન હાથતાળી દઈને હશે છે. પછી કર્મપરિણામ આના ઉપર ગુસ્સે થયો. મોહાદિ ખુશ થયા ફરી પણ લઠ્ઠા પટ્ટા પરિપૂર્ણશરીરવાળા થયા. પછી અતિરોષે ભરાયેલા મિથ્યાદર્શન વગેરેએ નંદનને ગળમાં પકડીને પશ્ચાત્ મુખી કરી સમ્યગ્દર્શન મહા-અમાત્યના ભવનના દ્વારથી પાછો વાળ્યો પછી તેની પાસે હજારો પાપો કરાવ્યા. ફરી પણ એકેન્દ્રિયાદિમાં લઈ જવાયો અને અનંતકાળ સુધી ધારણ કરાયો. . એ પ્રમાણે ક્યારેક નરકમાં, ક્યારેક સંક્ષિપંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાં, ક્યારેક દેવોમાં, 219

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282