Book Title: Bhavbhavna Prakaran Part 01
Author(s): Sumtishekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 233
________________ શ્રુતિનામની દૂતિકાના કથનમાં જ જણાય છે. શ્રુતિ દૃતિકાનો સંગમ સદાગમના સન્નિધાનમાં જ સંભવે છે અને સદાગમ હંમેશા જ ગુરુ પાસે રહીને જ પર્યટન કરે છે તેથી આ વરુણની પાસે સદ્ગુરુને લઇ આવું જેથી સર્વપણ સુઘટિત (શુભ) થાય. પછી કર્મપરિણામના આ અભિપ્રાયને જાણીને મોહરાજા ભય પામ્યો, રાગકેશરી ક્ષોભ પામ્યો, દ્વેષ ગજેન્દ્ર ડોલાયમાન થયો. સમસ્ત પણ કુટુંબ જાણે વજ્રથી હણાયું હોય તેવું થયું. પછી મંત્રીવર્ગ ભેગો થયો. સામંતો આવ્યા. બધાએ કહ્યું કે હે દેવ! ક્ષોભ કરાયો છે સંપૂર્ણ ત્રિભુવન જેનાવડે એવા આપને આટલો ક્ષોભ કયાંથી? પછી લાંબો નિસાસો નાખીને મોહરાજાએ કહ્યું કે તમે જે કહો છો તે તેમ જ છે મારો એક નાનો છોકરો પણ ઇન્દ્રો વગેરેને ક્ષોભ કરે છે પરંતુ કોઇપણ ક્યાંયપણ મારા છોકરાને ક્ષોભ પમાડવા સમર્થ નથી. પરંતુ અમે શું કરીએ? હંમેશા નથી ટૂટ્યો ઘરનો વિરોધ જેની સાથે એવા આનાવડે (કર્મપરિણામ વડે) આપણે ઉદ્વિગ્ન કરાયા છીએ. પછી તેઓએ કહ્યું કે કર્મપરિણામની સાથે શું કંઇ નવું થયું છે? પછી મોહરાજે કહ્યું કે ખરેખર નવું ગણવું જોઇએ કારણ કે- તે જ સંસારી જીવનો વ્યતિકર તમારી જાણમાં હોવા છતાં તે કર્મપરિણામ રાજાવડે સંસારી જીવની પાસે કોઇપણ સદ્ગુરુની સાથે રહેલ આપણો વૈરી સદાગમ લઇ જવાને માટે શરૂઆત કરી એવું સંભળાય છે જે આપણને મૂળમાંથી ઉખેડશે. પછી તે સદાગમ ખરેખર આપણા કુળરૂપી કંદલીને માટે દાવાનળની જ્વાળા સમાન શ્રુતિદૂતિકાને સંસારી જીવની પાસે મોકલશે. પછી મોહરાજાના કુટુંબે હું કારો કર્યો અને બધાએ કહ્યું કે જો એ પ્રમાણે છે તો પણ સર્વથા ક્ષોભ ન કરવો કારણ કે અમે તે રીતે કરશું કે જેથી આ અપાયના મૂળભૂત તે ગુરુ જ અહીં ન આવી શકે પછી તેઓના વચનથી આશ્વાસિત કરાયેલા મોહરાજાએ કહ્યું કે હે વત્સો! તે પ્રમાણે જ કરો અને મારા મનોરથો પૂરો પછી મોહના સૈનિકો ગયા અને તે બધાએ વિચાર કરીને આવતા એવા ગુરુની સામે મહા-અપશુકનો બતાવ્યા. શિષ્યોને ભણાવવા આદિના અવરોધો ઊભા કરાયા. મસ્તકની પીડાદિ રોગો ઉત્તેજિત કરાયા. વચ્ચે રાજવિરોધાદિ વિઘ્નો ઊભા કરાયા. પછી આવતા એવા ગુરુ બળાત્કારે અટકાવાયા. અને આ બાજુ કુદષ્ટિની પુત્રીના વચનથી ધર્મના બાનાથી વરુણે અનેક મહાપાપો કર્યા. ક્યારેક મહા-આપત્તિથી પીડાયો અને મરણે વરુણનો સંહાર કર્યો. ફરી પણ પરાંગમુખ કરી લઇ જવાયો અને એકેન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરતો અનંતકાળ સુધી ધારણ કરાયો. પછી ફરીપણ મનુષ્યક્ષેત્રમાં વિમલપુર નગરમાં રમણ નામના શ્રેષ્ઠીના ઘરે સંસારીજીવ સુમિત્ર નામના પુત્રરૂપે ઉત્પન્ન કરાયો અને યૌવનને પ્રાપ્ત થયો. પછી કોઇક વખત મોહરાજાનું સૈન્ય સ્ખલના કરે એ પહેલાના કોઇપણ વચગાળામાં સંયમરૂપી લક્ષ્મીથી આલિંગિત, પ્રશમરૂપી આભરણથી સુશોભિત, તપ તેજથી અજેય, ચંદ્ર જેવા મુખરૂપી કમળની સંપત્તિથી ભવ્યજીવો રૂપી ભમરાઓને સેવનીય, સુગંધી શીલરૂપી વિલેપનથી વિલિપ્ત, સદ્ગુણરૂપી આભૂષણથી સર્વાંગે ભૂષિત અને ચારિત્ર પ્રતિજ્ઞામાં સ્થિર, દર્શનના સ્વીકારમાં સ્થિર, મતિ અને શ્રુતજ્ઞાનમાં પૂર્ણતાને પામેલા સદાગમથી યુક્ત એવા ગુણજલધિ નામના સૂરિ બહુશાલ નામના ઉદ્યાનની બહાર કર્મપરિણામ રાજાવડે કોઇપણ રીતે લવાયા. પછી શુદ્ધ સિદ્ધાંતની શ્રુતિમાં ઉત્કંઠિત-રાજાઅમાત્ય-શ્રેષ્ઠી સાર્થવાહ વગેરે સૂરિની પાસે આવે છે. પછી જેટલામાં સુમિત્ર પણ ત્યાં જાય 216

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282