Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 6
________________ થોડી પળો માટે સૌરાષ્ટ્રનો ભૂતકાલિન ઈતિહાસ ઘણો જ ભવ્ય, ગૌરવવન્ત, પ્રેમ, ત્યાગ, શૌર્ય અને ભક્તિથી સભર ભરેલે પડયો છે. સૌરાષ્ટ્રની ધરતીમાં આવેલાં નાના મોટા પ્રત્યેક ગામડાનાં હૃદયમાં તેના ભૂતગૌરવ સંસ્મરણે દટાયેલાં પડયાં છે. જેમ પાદરે પાદરે ઉભેલા પાળીયાઓ પાછળ પ્રેમશૌર્યની એકાદ કથા ભરી પડી છે તેમ ઘરેઘરના પાયામાં પણ ભાવના અને સમર્પણની કહાણીઓ ધરબાયેલી છે. એવી જ એક મરદાનગીભરી ઐતિહાસિક કહાણી આ પુસ્તકમાં ગુંથવા માં આવી છે. જેને આજ આપણે મહુવા તરીકે ઓળખીએ છીએ તેનું પ્રાચીન નામ મધુમતી નગરી હતું અને તે કાળે સમગ્ર રાષ્ટ્ર ૫૨ સમ્રાટ વીર વિક્રમની આણ ફરતી હતી. મહારાજ વિક્રમાદિત્યે જે વણિકને મધુમતિ નગરી મિત્ર ભાવે અને તેના ગુણનીય પૂજા રૂપે આપેલી તે પુરુષ સૌરાષ્ટ્રની ધરતીને એક પ્રમાણિક અને અટલ નિશ્ચય બળવાળો વેપારી ભાવડ શાહ. ભાવડ શાહ આવી પડેલી વિપત્તિ એનો કેવી રીતે મુકાબલે કરે છે તે વાત આ નવલકથાના અંગ સમાન છે. ખરેખર, ધર્મ પ્રત્યે અચળ શ્રદ્ધા રાખનારાઓ ગમે તેવી વિપત્તિને ધોળીને પી જતા હોય છે...ભા વડ શાહના જીવનની સાચી સુવાસ એ આદર્શમાં જ પડી છે. આજ આ કથાની બીજી આવૃત્તિ થાય છે. ભાવડ શાહને પુત્ર જાવડ પણ ઘણું જ ગૌરવભર્યું પાત્ર છે. એના જીવનનાં પ્રસંગે ખૂબજ પ્રેરક છે... જાવડશેઠ” રજુ કરવાની મારી આશા સફળ થઈ છે. આ કથામાં મુણ દેવ રહી ગયા હોય તે બનવા જોગ છે... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354