Book Title: Bhasha Vivechan
Author(s): Shantibhai Acharya
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન ડૉ. શાન્તિભાઈની “ભાષાવિવેચન’ પુસ્તિકાને આવકારતાં હું આનંદ અનુભવું છું. ભાષા અંગેનાં વિધવિધ પ્રકારનાં કાર્યોનો ભાઈશ્રી શાન્તિભાઈને ઠીકઠીક અનુભવ છે. વિદ્યાપીઠમાં તેમણે ગુજરાતી ભાષાના “સાર્થ ગુજરાતી જોડણીકોશ'ના સંપાદનકાર્યમાં ઉપયોગી કામ કર્યું છે. તેમ જ કચ્છી અને ગુજરાતની ભીલી અને ચોધરી આદિવાસી ભાષાઓના કોશો પણ તૈયાર ક્ય છે. આ ઉપરાંત ભાષા વિષે વિવિધ સામયિકોમાં તેમના લેખો આવતા રહ્યા છે. ગુજરાતમાં ભાષાશાસ્ત્રનો વિષય હજી પૂરતો ખેડાયો નથી. તેથી જે કંઈ ઉપલબ્ધ સાહિત્ય છે તેમાં શાન્તિભાઈનો આ લેખસંગ્રહ મહત્ત્વનો બની રહેશે. ગુજરાતના ભાષાશાસ્ત્રના અભ્યાસીઓને તથા અન્ય વાચકોને ભાષાનું હાર્દ સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી થશે તેવી આશા છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાવિજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ. ભાયાણીએ આવકારના બોલ લખી આપ્યા છે તે માટે તેમનો આભાર માનું છું. રામલાલ પરીખ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 52