________________
એકત્રીસ દિવસ રહેશે. અને એકત્રીસ ઘડા સોનાના ભરાશે” આટલું કહી શાસનદેવ અંતરધર્યાન થઈ ગયા.
શેઠ આ સાંભળીને ખૂબ ખુશ થયા. સાંજનો સમય થવા આવ્યો એટલે શેઠને બારણા પાસે એક સુંદર કાળી ગાય આવી. શેઠે તેને પોતાને ત્યાં બાંધી દીધી. બીજે દિવસે ભક્તામર સ્તોત્રનું વિધિપૂર્વક સ્મરણ કરી ગાયને દોહી તો ઘડો દૂધથી ભરાઈ ગયો અને દૂધનું સોનું બની ગયું.
આ પ્રમાણે એક પછી એક એમ ત્રીસ દિવસ પસાર થઈ ગયા. શેઠે અઠમની તપશ્ચર્યા કરી. છેલ્લા દિવસે શાસનદેવની આરાધના કરી અને ફરી દેવ પ્રગટ થયા.
શેઠે નમસ્કાર કરી વિનંતિ કરી છે શાસન દેવ! “આપે મને પુષ્કળ ધન આપી મારૂંદારિદ્ર તો દૂર કર્યું છે, પરંતુ હવે મારી એક ઈચ્છા છે તે પૂર્ણ કરો જેથી જૈન ધમર્નો મહિમા વધે.” શેઠના આ નમ્ર વચનો સાંભળીને શાસન દેવ બહુ ખુશ થયા અને તેની શી ઈચ્છા છે તે જણાવવા કહ્યું. “
ત્યારે શેઠે નમ્રભાવે કહ્યું કે હે દેવ? આ કામધેનુને એક દિવસ વધારે રાખો તો એના અમૃત જેવા દૂધથી આખા નગરના જેનાને હું ખીરનું ભોજન કરાવું એવી મારી ઇચ્છા છે.' • શાસનદેવે તેની આ માગણી કબુલ રાખી અને બત્રીશમા દિવસે કમદી શેઠે બધા સાધર્મીક ભાઈઓને જમવાનું આમંત્રણ આપ્યું. એટલું જ નહિ પણ તે નગરના રાજાને જમવા બોલાવ્યો.દેવી કામધેનુંના દૂધથી બનાવેલ ઉત્તમ ખીરનું ભોજન કરી સહુ સંતોષ પામ્યા. શેઠે પ્રભુ ભક્તિથી અને શાશનદેવની કૃપાથી પોતાને જે લાભ મળ્યો હતો તે કહી બતાવ્યો, અને દેવે અર્પેલ દ્રવ્ય પણ બતાવ્યું. આથી સર્વ માણસો આશ્ચર્ય પામ્યા અને ભક્તામર સ્તોત્રનો આવો મહિમા જાણી જૈનધર્મનાં વખાણ કરવા લાગ્યા. રાજા પણ નવાઈ પામ્યો અને કમદી શેઠને મળેલ દ્રવ્યનો