________________
૯૦
મુક્તાફલ પ્રકજાલવિવૃદ્ધ શોભે. પ્રખ્યાપત્તિજગતઃ પરમેશ્વરત્વમ્ // ૩૧ છે.
અર્થ -ચન્દ્રમાં સમાન મનોહર, સૂર્યનાં કિરણોના પ્રભાવને હરનારું અને મોતીની માળાઓના સમૂહથી વધારે બનેલી શોભાવાળું આપનું છત્રત્રય શોભે છે. તથા ત્રણ જગતના પરમેશ્વર પણાને પ્રખ્યાત કરે છે. ऋद्धि : ॐ ह्रीं अहँ नमो घौरगुण परक्कमाणं ॥ मंत्र : ॐ उवसग्गहरं पासं पास, वंदामि कम्मघणमुक्कं, विसहर . विसनिन्नासं, मंगल, कल्लाण आवासं? ओं हीं नमः स्वाहा- .
આ એકત્રીસમા કાવ્ય-મંત્રને ગણવાથી રાજા-માન આપે, સંકટ દૂર થાય, બંદીખાનાથી છૂટાય, રાજા રૂક્યો હોય તો માની જાય, સંતાનાદિ સુખ ઉપજે, શાંતિ વર્તે.
શ્લોક ૩૦-૩૧ નો પ્રભાવ બતાવનારી કથા
જંગલની મઝા માણતો વીરો ગોવાળ પોતાના ઢોરો સાથે રાતદિવસ વનમાંજ રહેતો હતો. ન હતી તેને જંગલી પ્રાણીઓની બીક કેન હતી તેને પોતાની માલ-મિલ્કત લુંટાઈ જવાની બીક. વનનાં મીઠાં ફળો ખાય, ઝરણાંનાં નિર્મળ પાણી પીએ અને પત્થરની શિલાઓ ઉપર પથારી કરે, એવું તેનું સુખી જીવન હતું.
એક વખત કોઈ જૈન મુનિ રસ્તો ભૂલવાથી વનમાં ચારે તરફ રખડે પરંતુ રસ્તો હાથ લાગે નહિ. તેવામાં ફરતા ફરતા આ ભરવાડની ઝુંપડી પાસે આવી પહોંચ્યા; પણ ઘણા દિવસથી પુરતા આહાર પાણી નહિ મળવાથી અને રખડવાથી લાગેલા થાકને લીધે ચક્કર આવવાથી મુનિ તો ધબદઈને નીચે પડ્યા. ભરવાડે આ જોયું. અને એકદમ દોડીને