________________
૧૦૭
-
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अमीआसवीणं ॥ मंत्र : ॐ नमो रावणाय बिभीषणाय कुंभकरणाय लंकाधिपतये महावल पराक्रमाय मनश्चितितं कार्यं कुरु कुरु स्वाहा ॥ આ ચાલીસમા કાવ્ય-મંત્રને અઠ્ઠમ તરથી આરાધીને દરરોજ ૧૦૮ વાર ગણે તો ક્યારે પણ જળ ડુબાડી ન શકે !
શ્લોક ૪૦ મા નો પ્રભાવ બતાવનારી કથા તીરપુર બંદરનોપ્રખ્યાત વ્યાપારી વિજયશેઠ ધર્મમાં એટલો બધો હતો કે નિરંતર પ્રભાતે વહેલો ઉઠી ન્હાઈ-ધોઈ પવિત્ર થઈ શુદ્ધ રીતે ભક્તામર સ્તોત્રનું ૨૧ વાર એક ચિત્તે સ્મરણ કરતો. ન હતું તેને મંત્રનું જ્ઞાન કે ન હતું વિધિ-વિધાનનું જ્ઞાન. પણ તેનામાં હતી શુદ્ધ શ્રદ્ધા ને સાચી ભક્તિ.
ચુસ્ત
હજારો ને લાખો રૂપિયાની મિલ્કતના તેના વહાણો હંમેશાં દરિયામાં ફરતાજ રહેતા. દૂર- દૂરના દેશમાં તેની પેઢીઓ ચાલતી હતી. અજાણ્યા પ્રદેશમાં પણ તેની હુંડી સ્વીકારવામાં આવતી. એટલી તો તેની શાખ હતી.
એકવાર પુષ્કળ કિંમતી માલ પોતાની વહાણોમાં ભરી વિજયશેઠ સિંહલદ્વીપમાંથી આવતા હતા. વહાંણો સડસડાટ પાણી કાપતાં આગળ વધતાં હતાં. પવન પણ અનુકુળ હતો, ત્યાં એકાએક બધાં વહાણો થંભી ગયાં.
ખારવાઓએ શેઠને કહ્યું કે ‘અહીં દેવીનું સ્થાનક છે. તેથી વહાણ થંભી ગયા છે. જો દેવીને ભોગ આપો તોજ વાહણ આગળ ચાલે તેમ છે !’ શેઠ ચુસ્ત જૈન હતા એટલે નિર્દોષ પ્રાણીનો વધ કરી દેવી આગળ ચડાવે એ તો કેમજ બને ? ખારવાઓ ભોગ આપવા તૈયાર થયા પણ શેઠે ના પાડી. અને પોતે ત્રણ દિવસ સુધી ત્યાંજ વહાણો રાખી અટ્ટમની