________________
૧૬૭
હોય છે. આવાં સ્તોત્રોને સંપૂર્ણ સંયમ પાળતાં, મન વચન કાયાની એકાગ્રતાથી ગણવામાં આવે તો તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પરંતુ આવાં સ્તોત્રો ગણનારે કોઈપણ આકાંક્ષા રાખ્યા વિના ગણવાં જોઈએ. બીજું આવાં સ્તોત્ર ગણનારે તેની ઉચ્ચાર શુદ્ધિ પણ મુખ્યત્વે કહી છે. આધિ વ્યાધિ અને ઉપાધી દૂર કરવા માટે ગણધર ભગવંતનો અનુપમ પ્રયાસ છે. એકાંતમાં બેસી સવાર બપોર અને સાયંકાળ એમ એકનિષ્ઠા પૂર્વક આરાધક આત્મા સ્તોત્રને એક ધારા આઠ માસ સુધી કે આઠ હજાર મૂળ સ્તોત્રનો પાઠ કરવાને સ્થળની અંદર જિનેશ્વર ભગવંતના બિંબના દર્શન કરવાને સમર્થ થાય છે. એટલું જ નહિ પણ પરમ સિદ્ધિ રૂપ મોક્ષદાતા પણ બની શકે છે. માટે પરમ પાવનીય અનેક લબ્ધિનીધાન એવા આદર્ષીય મહાન પરોપકારી શ્રી ગૌતમ ગણધર ભગવંતે આ સ્તોત્રની રચના કરી સમસ્ત જગતના આત્માઓને આત્મ સાધન માટે આરાધના રૂપે બનાવીને સર્જીત કરી મહાન ઉપકાર કર્યો છે,
અહંદૂ બિમ્બનું દર્શન થતાં, દર્શન કરનાર શુદ્ધ આત્મા સાતમે ભવે અવશ્ય મોક્ષ મેળવે છે.
મોક્ષ પ્રાપ્ત માટે અંગુઠાથી સફેદ માળા ગણવી લક્ષ્મી માટે પીળી. મોક્ષ માટે શ્વેત અને બુદ્ધિ માટે નીલા કલરની માળા વાપરવી.
શાન્તિ માટે મધ્યરાત્રીએ અને પૌષ્ટિક માટે સૂર્યોદય પછી ૩ કલાકે માળા ગણવી.
જાપના સુહૂર્તમાં ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તેની રીત જાણકાર પાસેથી મેળવવી, તેમાં ખાસ કરીને પંચાંગ શુદ્ધિ, શ્રેષ્ટ નક્ષત્ર, સારો યોગ, ચંદ્ર બળ, ખાસ જોવું.