________________
૧૯૧
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ ગોનસાઃ ૩૬
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની પ્રભા છે. તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ફણા વગરના સર્પો પીડા ન કરો. ૩૬
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માંહિંસન્તુ દૃષ્ટિણઃ ૩૭
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને દાઢવાળા માંસાહારી પશુઓ પીડાન કરો. ૩૭
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગ, મા માં હિંસન્તુ વૃશ્ચિક્રાઃ ૩૮
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને વીંછીઓ પીડા ન કરો. ૩૮
દેવદેવસ્ય યત્ ચક્ર, તસ્ય ચક્રસ્ય યા વિભા; તયાચ્છાદિત સર્વાંગે, માં માં હિંસન્નુચિત્રકાઃ ૩૯
અર્થઃ-દેવોના દેવ શ્રી તીર્થંકર દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે પ્રભા છે તે પ્રભાથી આચ્છાદિત થયેલા મારા તમામ અવયવોને ચિત્તાઓ પીડા ન કરો. ૩૯