________________
૧૦૨
આવતી અને તેણે વિદ્યાચંદ્રને એકવાર એવો સમજાવ્યો કે તે સુવ્રતાને મારવા તૈયાર થયો. એક દિવસ તેણે કોઈ ગારૂડીને સાધીને એક ઝેરી સર્પઘડામાં ભરાવ્યો તે ઘડો તેણે સુવાના ઓરડામાં છાની રીતે મૂકાવ્યો અને પોતે સાંજના સમયે સુવતાને ત્યાં ગયો. ત્યારે સુવ્રતાએ પણ ઘણા દિવસે આવેલા પોતાના પતિને નમ્ર વચનોથી આવકાર આપ્યો અને હર્ષ ઘેલી થઈ ગઈ. થોડીવારે વસુમતી પણ ત્યાં આવી અને સુવ્રતને હાવભાવ પૂર્વક બોલાવવા લાગી. ભોળી સુવ્રતા તો આવા અચાનક આવકારના રહસ્યને સમજી શકી નહિ, પરંતુ ક્યુટી વિદ્યાચંદ્ર સુત્રતાને હસાવી બોલાવી કહ્યું કે “હે સુવ્રતા ! આજે હું તારા માટે એક સુંદર ફૂલહાર લાવ્યો છું, તે આ ઘડામાં છે. માટે તું તેને પહેરીને આનંદ કર."
ભોળી સુવતાએ આવા હર્ષના સમયમાં પણ ભક્તામર સ્તોત્રના આ ૩૭ મા શ્લોકનું ચિંતવન કરી ઘડામાં હાથ નાખ્યો તો ભયંકર ઝેરી સર્પને બદલે સુંદર ફૂલહાર થઈ ગયો. વિદ્યાચંદ્ર તો એવો ચમત્કાર જોઈને આશ્ચર્ય પામ્યો. પરંતુ કપટ ભાવે બોલ્યો કે “તને આ હાર કેટલો બધો સુંદર લાગે છે?' ભોળી સુવ્રતાએ આવો હાર તમારા ગળામાં શોભે એમ કહી જ્યાં પતિના ગળામાં પહેરાવવા જાય છે. ત્યાંજ શાનદેવી પ્રગટ થઈ અને એકદમ સુવ્રતાનો હાથ ઝાલી બોલી કે હે વિદ્યાચંદ્રા આ હાર તારા ગળામાં પડતાની સાથે જ તે આણેલ ઝેરી સર્પના રૂપમાં ફેરવાઈ જાત અને તેના દંશથી તારૂં મરણ નીપજત. પરંતુ તેથી સુવ્રતાને વૈધવ્યનું મોટું સંકટ આવી પડે તે ખાતરજ મેં તેનો હાથ પકડેલા છે. નહિતર ખરી રીતે તો આવી પવિત્ર સુવ્રતા ઉપર જુલ્મ ગુજારનાર તારા જેવાને તો તેવી જ શિક્ષા થવી જોઈએ. પરંતુ સુવ્રતાના પુન્ય પ્રતાપે જ તને છોડી દઉં છું. ધિક્કાર છે તને કે આવી પવિત્ર સ્ત્રી મળ્યાં છતાં તું તેનો તિરસ્કાર કરે છે.' આટલું બોલી જ્યાંદેવી જવાની તૈયારી કરે છે ત્યાંજ વિદ્યાચંદ્ર અને વસુમતીએ ઉભા થઈ દેવીના