________________
૧૦૪
કુંતા ભિનગજ શોણિતવારિવાહ, વેગાવતારતરણા તુરયેધભીમે; યુદ્ધ જયં વિજિતદુર્જયજેય પક્ષા, સ્વપાદપંકજવના શ્રયિણોલભજો રે ૩૯
અર્થઃ-જેઓ આપના ચરણ-કમલરૂપી વનના આશ્રયે રહેલા છે તેઓ, ભાલાની અણીથી ભેટેલા હાથીઓના રૂધિરરૂપ જેવા પ્રવાહમાં પાર ઉતરવાને આતુર થઈ ગયેલા યોદ્ધાઓ વડે ભયાનક થયેલા સંગ્રમમાં પણ નહિ જીતી શકાય તેવા શત્રુના સમુહને જીતનારા થઈને જય પ્રાપ્ત કરે છે.
ઃિ ૩૦ હ મ નમઃ મહુમાવીને | मंत्र : ॐ नमः चक्रेश्वरीदेवी चक्रधारिणी जिनशासन, सेवा-कारिणी, जिनशासन क्षुद्रोपद्रवविनाशिनी धर्म- शांति સુરુ |
આ કાવ્ય મંત્ર અને ૩૮ મી ગાથાથી પણ સંગ્રામમાં જય થાય તેમ શાંતિ પ્રાપ્ત થાય છે. શ્લોક ૩૮-૩૯નો પ્રભાવ બતાવનારી કથા
મિથિલા નગરીનો રાજા રણકેતુ બહુજ વિલાસી અને રાજ્યના કામ પ્રત્યે બેદરકાર હતો. તેને ગૃહવર્મા નામે એક ભાઈ હતો. તે બહુજ લાયક દયાળુ અને ધર્મિષ્ટ હતો. એટલે ઘણું ખરું રાજ્યનું કામકાજ તે કરતો હતો. તેથી પ્રજા કંઈક સુખી હતી. '
ગૃહવર્માને એક વૃદ્ધ જૈન યતિ ઉપર બહુજ પ્રેમભાવ હતો. નિરંતર દિવસમાં એક વખત તો તેમને ઉપાશ્રયે વંદન કરવા જતો અને તેમની સલાહ પ્રમાણે રાજ્યનું કામકાજ કરતો હતો. આવી રીતે ગૃહવર્મા