________________
૮.
અથવા કોઇ મહા પુરૂષની અવગણના કરી છે?, નહિતર એકદમ તારૂં આ સુંદર રૂપ કેમ બદલાઈ જાય ?’ કુંવરી તો ભયને લીધે કાંઇ બોલી શકી નહિ. પરંતુ દાસીએ કહ્યું કે ‘હે મહારાજ ! આજે ઉદ્યાનમાં અમે ફરવા ગયા હતા. ત્યાં ધ્યાનસ્થ રહેલા એક મુનિનું અમે અપમાન કર્યું હતું. એ સિવાય કોઈ દેવ-દેવીના સ્થાનકે ગયા નથી.’
રાજા પણ સાંભળી બોલી ઉઠ્યો કે ખરેખર એ પવિત્ર મુનિને સતાવ્યાનું જ આ ફળ હોવું જોઈએ, માટે ચાલો એકદમ રથ તૈયાર કરો અને રૂપકુમારીને તેમાં બેસાડી, તે પવિત્ર મુનિરાજ પાસે લઈ જઈ માફી માંગીએ.
થોડીવારે રથમાં બેસી રાજા, રૂકુમારી, તથા બીજા ઘણા માણસો સાથે તેઓ ઉદ્યાનમાં આવી પહોંચ્યા, ત્યાં મુનિને ધ્યાનમાં રહેલા દીઠા, આસપાસ પત્થર અને ધૂળના ઢગલા જોઈને રાજાની આંખમાં ઝળહળીયાં આવી ગયાં. અને તે મુનિરાજના ચરણમાં નાના બાળકની માફક ઢળી પડ્યો.
મુનિરાજે ધ્યાન પૂર્ણ કર્યું એટલે રાજાએ બહુ બહુ ક્ષમા યાચી. કુંવરીએ પણ આવા મહાત્માને સતાવા માટે કરેલી ભૂલનો પશ્ચાત્તાપ કરી મુનિરાજની ક્ષમા માગી. મુનિએ તો જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ શાંત ચિત્તે કહ્યું, કે ‘હે રાજન ! કરેલા કર્મ સૌને ભોગવવા પડે છે, પરંતુ પ્રચંડ પાપના ફળતો તરત જ ભોગવવા પડે છે. માટે ધર્મનું શરણ એજ એક તેનો ઉત્તમ ઉપાય છે. તો તમે ભક્તામર સ્તોત્રની આ ૨૮૨૯ ના બે શ્લોકોનું શુદ્ધ ભાવે સ્મરણ કરી ત્રણ દિવસ પાણી છાંટશો તો આ વ્યાધિ શાંત થશે.’ એમ કહી એ બે શ્લોકોનું વિધિ પૂર્વકનું આરાધન બતાવી મુનિ તો ફરી ધ્યાનમાં લીન થયા. અને રાજાએ એ પ્રમાણે ત્રણ દિવ્સના આરાધન વડે રૂપકુમારીનો રોગ મટાડ્યો. આથી ઘણા માણસો