________________
૮૭
આરાધન થાય તો ક્ષય- ટાઈફોર્ડ હાર્ટ, કેન્સર, નજર, ભૂત-કોઈની નજર વિગેરે દૂર થાય છે. તેમાં ગુરૂગમ ભાવ સમજવાની આવશ્યકતા હોય છે. આ આરાધના માટે વિશાખા નક્ષત્ર તથા પાર્શ્વનાથ ભગવંતનું કલ્યાણક શ્રેષ્ઠ હોય છે.
શ્લોક ૨૮-૨૯મા નો પ્રભાવ બતાવનારી કથા
ધારાનગરીનો રાજા વિજયપાલ બહુજ ન્યાયી અને ઉદાર હતો. તેને રૂકુમારી નામે એક સ્વરૂપવાન કુંવરી હતી. એકની એક પુત્રી હોવાથી રાજા-રાણીએ તેને બહુ જ લાડકોડમાં ઉછરેલી હતી. તેથી કુંવરીને અભિમાન રૂપી મોટો દુર્ગુણ ઉત્પન્ન થયો હતો. પોતાના કરતાં તે બધાને હલકા ગણતી અને તિરસ્કારતી હતી.
એક વખત પોતાની સખીઓ સાથે તે નગરના બહારના ઉદ્યાનમાં ફરવા ગઈ. ત્યાં ધ્યાનમાં રહેલા કોઈ મુનિને જોઈ ને તે મશ્કરી કરી બોલવા લાગી કે હે સખી ! જો તો ખરી ? આ ભિક્ષુક કેવો ગંદો છે ? કદી હાતો-ધોતો લાગતો નથી. તેના શરીર ઉપર કેટલો બધો મેલ ચઢી ગયેલો છે ? વળી અંગ ઉપર ઢાંકવા પુરાં વસ્ત્ર પણ રાખતો નથી. ખરેખર મનુષ્યના રૂપમાં પશુ જેવો જ મને તો લાગે છે. તેથી સૂગ ચઢે છે, ચાલો અહીંથી જતા રહીએ.એમ કહીને જતાં જતાં ખૂબ પત્થર-કાંકરા ને ધૂળ વડે મુનિના શરીરને ઢાંકી દીધું.
ઘેર પહોંચતાંની સાથે જ રૂપકુમારીનું શરીર બેડોળ થઈ ગયું. આંખો ઉંડી પેસી ગઇ-હોઠ મર ડાઈ ગયા-નાક બેસી ગયું અને આવી રીતે આખા શરીરનું સ્વરૂપ બદલાઇ જવાથી રૂપકુમારી કુરૂકુમારી જેવી થઈ ગઈ. રાજા-રાણી તો આ જોઈને આશ્ચર્ય પામ્યા અને પુત્રીને વારંવાર પૂછવા લાગ્યા કે હૈ વ્હેન ! તે કોઈ દેવ-દેવીના સ્થાનકની