________________
પ્રયોગ ન કરવા જોઈએ. પણ કર્મ સત્તા ઉપર ધ્યાન દોરવું જોઈએ.
રાજાને મુનિરાજ પ્રત્યે ખુબ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હતી. તેમાં આ જાપથી તેનું મન આનંદ પામ્યું. અને આચાર્ય શ્રીના કહેવા પ્રમાણે નિરંતર એક ચિત્તથી જાપ કરવા લાગ્યો.
બરાબર છ માસની આ સાધના પૂર્ણ થયે, શાસન દેવી પ્રસન્ન થઈ રાજાને ફૂલની એક સુંદર માળા આપી. કહ્યું કે હે રાજન્ ! તારી રાણીના ગળામાં આ માળા પહેરાવજે, તેથી તારી ઈચ્છા પૂર્ણ થશે.”
દેવીના કહ્યા પ્રમાણે રાજાએ કર્યુ અને યથા સમયે રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.
રાજાએ આખા નગરમાં આનંદ મહોત્સવ ઉજવ્યો, અને બ્રાહ્મણ અતિથિઓને દાન આપ્યું, અને દરેક જિનચૈત્યમાં પૂજા મહોત્સવ કરાવ્યો. ત્યારથી રાજાને જનધર્મ ઉપર એટલી બધી શ્રદ્ધા બેઠી કે પોતે બારવ્રત અંગીકાર કરી શુદ્ધ શ્રાવક થયો.
પ્રભુ સ્મરણથી અશુભ કર્મો તુટીને ઈચ્છિત વસ્તુ અવશ્ય પ્રાપ્ત થાય છે.
ઉ૨ ૨ શો કતરુસંશ્રિત મ મ યૂખમાભાતિ રૂપમમલ ભવતો નિતાંતમ;
સ્પષ્ટોલ્લસકિરણ મસ્તતમોવિતાનમ, બિલ્બ રવેરિવપયોધર પાર્થવતિ. . ૨૮
અર્થ-જેવી રીતે પ્રકાશમાન કિરણોવાળું અને અંધકારના સમુહને નષ્ટ કરવાવાળું સૂર્યનું બિંબ વાદળાંની સમીપે શોભે છે, તેવી રીતે ઉંચા અશોકવૃક્ષની નીચે ઉંચા કિરણોવાળું આપનું સ્વરૂપ પણ અત્યંત નિર્મળ છે. ભગવંતની કાયા-કરતાં અશોકવૃક્ષ-ઘણો ઉંચો હોય