________________
૯૧
મુનિને ઉંચકી પોતાની ઝુંપડીમાં લાવ્યો. અને તેમની બહુજ સારવાર કરી. સ્વસ્થ થયા પછી ભરવાડે મુનિને ભક્તિ પૂર્વક વંદન કરી તેમને ખરો રસ્તો દેખાડ્યો.
એક ભરવાડ જેવાની આટલી બધી સેવા-ભક્તિ જોઈને મુનિ મહારાજે તેને ભક્તામરના ૩૦-૩૧ એ બે શ્લોકોનું આરાધન વિધિ વિધાન પૂર્વક કરવાનું બતાવ્યું.
સાચી શ્રદ્ધા અને ભક્તિ વડે મુનિ મહારાજે બતાવ્યા પ્રમાણે આ બે શ્લોકોનું ચિંતવન કરતાં વીરા ભરવાડાના છ માસ ચાલ્યા ગયા. કોરી પાટી ઉપર જેવું ચીતરવું હોય તેવું ચીતરાય.
એક વખત સાયંકાળની આછી સંધ્યા ખીલી રહી છે. અને વીરો ભરવાડ એક ધ્યાને પ્રભુ સ્મરણ કરી રહ્યો છે. તેવામાં ઘોડા ઉપર સરવાર થયેલા બે ત્રણ માણસો અચાનકજ વીરા ભરવાડ પાસે આવી પહોંચ્યા, અને તેને સખ બંધનોથી બાંધી ઉપાડી ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં રાતો રાત તેઓ છુપા રસ્તે સિંહપુર નગરમાં આવી પહોંચ્યા, અને વીરા ભરવાડને એક સુંદર રાજમહેલમાં લઈ ગયા. વીરા ભરવાડને તો આ બધું શું થયું તે કાંઈ સમજાયું નહિ. પરંતુ વાત એમ બની હતી કે, સિંહપુર નગરનો રાજા અચાનકમરણ પામ્યો હતો. રાજ્ય ઉદનો ચડી આવ્યા હતા. એટલે જો તેઓ કોઈને પણ રાજા તરીકે ન સ્થાપે તો રાજ્ય દુશમનના હાથમાં જાય અને પ્રજા હેરાન થાય. તેથી આ વીરા ભરવાડને તેઓ ઉપાડી લાવ્યા અને રાતો રાતમાંજ તેને રાજા તરીકે સ્થાપી આખા નગરમાં વીરસેન રાજા તરીકે તેની આણ વરતાવી દીધી. - પ્રભાતે પેલા ચઢી આવેલા દુશમનો સાથે લડાઈ કરવા સેના તૈયાર થઈ ત્યારે વીરસેન રાજાએ ભક્તામર સ્તોત્રના ૩૦-૩૧ એ બે શ્લોકોનું આરાધન કર્યું કે તરત જ શાશનદેવી એ હાજર થઈ અને કહ્યું “વીર!