________________
સ્તોત્રના ૩૪-૩૫ એ બે શ્લોકો વડે મંત્રેલું જળ છાંટ્યું તેથી રાજાને કંઈક શાંતિ થઈ. પછી આનંદ પૂર્વક રાજા-મુનિરાજ તથા બધા માણસો ગામમાં પાછા આવ્યા. અને મુનિના ઉપાશ્રયે ગયા. મુનિએ ફરીથી વળી રાજાને એ મંત્રેલું જળ છાંટ્યું તો તેનાથી હતું તે કરતાં પણ વિશેષ શાંતિ થઈ. મુનિએ રાજાને દિવસમાં ત્રણ વખત ઉપાશ્રયે આવવાનું કહી, તેના મહેલે પાછો મોકલ્યો. રાજા પણ નિરંતર દિવસમાં ત્રણ વખત ઉપાશ્રયે આવવા લાગ્યો. અને ત્રણ દિવસમાં બરાબર મંત્રેલું પાણી છાંટવાથી રાજાનો તાવ નાશ પામ્યો. આથી રાજાએ બાર વ્રત અંગીકાર કરી ખરો જૈન થયો અને માણસોને જૈન ધર્મી બનાવ્યા.
એક દિવસ રાજા પોતાની અગાશીમાં શાંત ચિત્તે બેઠો છે. સામે સુવર્ણ સંધ્યા પુર બહારમાં ખીલી રહી છે. પણ થોડીવારમાં તો એ ખીલેલી સંધ્યાનો અંત આવ્યો અને ચારે તરફ અંધકાર ફેલાઈ ગયો. આથી રાજાને વૈરાગ્ય થયો કે ખરેખર, આ જીવન પણ આ નાશવંત સંધ્યાના રંગ સરખું છે, તો પછી શા માટે તેનો ખરો ઉપયોગ ન કરી લેવો? એમ વિચારી રે રાજ્ય પોતાના પુત્રને સોંપી પોતે ચારિત્ર અંગીકાર કર્યું. (દીક્ષા લીધી.) ધન્ય છે એ ભીમસેન રાજાને કે જેણે પોતાનું જીવન પવિત્ર કર્યું.
અગ્નિ શાંત થાય છે કલ્પાંત કાલાવનોદ્ધતવદ્વિકલ્પ, દાવાનલ જવલિતમુજ્જવલમુસ્કુલિંગમ્, વિશ્વ જિધસુમિવ સંમુખમાપદંતે, ત્વનામકીર્તનજલ શમયત્યશેષમુ.// ૩૬ . '