________________
ઇન્ધ યથા તવ વિભુતિરભુજિજનેન્દ્ર, ધર્મોપદેશનવિધી ન તથા પરસ્ય ! યાદદ્મભા દિનકૃતઃ પ્રહતાંધકારા, તાદક્તો ગ્રહગણમ્ય વિકાશિનોડપિ . ૩૩
અર્થ-ડે જિનેન્દ્ર! ઉપર્યુક્ત પ્રકારની વિભુતિઓ ધર્મોપદેશ કરતી વખતે આને જે પ્રકારે થઈ તેવી બીજા દેવોની થઈ નથી. અંધકારનો નાશ કરનાર સૂર્યના જેવી પ્રભા હોય છે. તેવી પ્રભા પ્રકાશિત થયેલા ગ્રહોના સમુદાયની પણ ક્યાંથી હોય?
ऋद्धि : ॐ ही अहँ नमो व्योसहिपत्ताणं ॥ મંત્રઃ ૩૦ નો માવતી મતિ કી ૪૯ ૪૯ ૪: સ્વાદા |
આ તેત્રીસમા કાવ્ય-મંત્રથી ૨૧ અથવા ૧૦૮ વાર પાણી મંત્રીને આપણા મુખે છાંટવું, જેથી શત્રુનો ભય દૂર થાય શત્રુ વશ થાય-વિઘ નડે નહિં. શ્લોક ૩૨-૩૩ નો પ્રભાવ બતાવનારી કથા
માળવા દેશનો રાજા જયસેન બહુજ પરાક્રમી અને ધર્મિષ્ટ હતો. પત્ની મદસુંદરી બહુજ કુરૂપી અને બેડોળ હતી, છતાં રાજાને તેના ઉપર બહુજં પ્રેમ હતો. તેથી રાજા રાણીના રોગને મટાડવા બહુ બહુ ઉપચાર કરતો હતો. અનેક મંત્ર-તંત્ર-જાણનારાઓના તથા વૈદ્યોને પણ પુષ્કળ દ્રવ્ય આપતો હતો; છતાં રાણીના શરીમાં કોઈ ફેર પડતો નહી.
એક વખતે રાજાને ખબર મળ્યા કે કોઈ ધર્મસેન નામના મહાન જૈન આચાર્ય તેમની નગરીમાં આવ્યા છે. તેઓ બહુજ પ્રભાવિક પુરુષ છે. રાજા પણ આ સાંભળીને રાણી સહિત તેમને ઉપાશ્રયે વંદન કરવા ગયો, અને તેમનો ધર્મોપદેશ તેને એટલો બધો ગમ્યો કે નિરંતર તે