________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
જ્ઞાનથી ભરેલા એવા પોતાના આત્માને શોધ, ખરા દિલથી તું શોધ કર કે જેથી હને સફળતા મળે. હું અને તું એવી વૃત્તિ જ્યાં જાગે નહીં એવી દશામાં રહીને તું પ્રભુને શેધ. આત્મા વિના અન્ય ભાસે નહીં એવા અદ્વૈત ભાવમાં રહીને સાચા ભાવથી પ્રભુને વિનંતિ કર. ઉપર્યુક્ત અદૈતસ્યાદ્વાદની દષ્ટિથી રહીને કર્મ. અને આત્મા એ બે જ્યાં સાથે છે એવા દ્વૈતમાં રહેલા પિતાને અદ્વૈતરૂપે દેખે. આ પ્રમાણે પ્રભુની ભક્તિ કરીને આત્માને શોધવાથી ગુપ્ત ગંભીર ભેદ પણ જ્ઞાનદૃષ્ટિથી ખુલ્લા જણાશે. ઈત્યાદિ
– ગઝલ –– * મુસાપર. -
(રાગ–ધીરાનાં પદને.) મુસાફર અમે જગનારે, જોવા આવ્યા મન ગમતું ઘણું ઘણું જોયું રે, તેમાં નહીં મન રમતું. મુસાફર. ગામો દેખ્યાં શહેરે દેખ્યાં, દેખ્યા દેશો દેશ પર્વત દેખ્યા સાગર દેખ્યા, વિધવિધ મનુષ્ય વેષ; તૃપ્તિ ન થાતી તેથી રે, હજી રહે મન ભમતું. મુસાફર. ૧ વૃત્તિના ઉછાળા ભારે, ભમવે ઠેરઠેર, મોહે મન મુંઝાતું જ્યાં ત્યાં, મિથ્યાત્વનું અધેર; અંધાને પૂછે અધારે, દેખીને મન નથી શમતું. મુસાફર. ૨ મુસાફરને પ્રતિબંધ કયાં, કયાં મમતાને વૈર, મુસાફરીમાં આગળ વહેવું, જ્યાં છે અચલ શિવ શહેર, મુસાફરોની સાથે રે, આત્મવત્ નિત્ય રહે તું. મુસાફર. ૩ પ્રભુથી પ્રેમ લગાવી પાકે, ઉપગે ઝટ ચાલ, પરિષહ ઉપસર્ગો વેઠી, સમતા સુખમાં મહાલ; પ્રભુની પ્રાપ્તિ માટે રે, દુ:ખ પડે તે ખમ તું. મુસાફર. ૪ વ્હારે આવો પ્રભુજી હેલા, સત્ય બતાવે પન્થ, જે તે પણ હું ત્યારે, સાચા બતાવો ચિલ્થ, બુદ્ધિસાગર શરણું રે, પ્રભુજી તુજ કીધું ગમતું. મુસાફર. ૫
For Private And Personal Use Only