________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ભજનપથ સંગ્રહ
રહ્યા જ્યાં ચિત્તમાં વાંધા, પરસ્પર ચિત્તમાં સાંધા, થતી યાદી ન મન મનની, મળ્યા તે ના મળ્યા સરખું.૧૧ મળ્યાન ભાવ ના થાતે, થતા મતભેદથી કલેશે; સહતું ના જરા જુદં, મળ્યા તેના મળ્યા સરખું. ૧૨ પ્રતીતિ ના થતી પૂરી, મળ્યાથી ના થતી પ્રગતિ અવિવેકી પ્રવૃત્તિઓ, મળ્યા તે ના મળ્યા સરખું. ૧૩ જરા ના લાભ મળવાથી, થતી ઉલટી ઉપાધિ બહુ, થતે પરમાર્થ વા સુખ ના, મળ્યું તે ના મળ્યા સરખું.૧૪ ખરા ખપમાં નહીં આવે, પ્રજન સિદ્ધ ના થાતું; અનર્થોનું વધે ખાતું, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૫ ઉપાધિ આધિને વ્યાધિ, વધે નહિ શાન્તિની આશા ધનાદિક સહુ મળેલું જે, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૬ થતું કલ્યાણ ના કેનું, વધારે દુઃખની જવાલા; વધે જેથી મહાચિન્તા, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૭ વધે મમતા અહંતા બહુ, વધે લેશી જીવન જગમાં, હણાતાં દિલ હજારેનાં, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૮ નથી કિસ્મત મળેલાની, નથી ઉપગ તેને કંઈ અવિવેકે મળ્યું તે તો, મળ્યું તે ના મળ્યા સરખું. ૧૯ મળ્યું ના જાણ્યું અએ, મળ્યા ના લાભ અને, ઉપગ્રહની પ્રવૃત્તિ વણ, મળ્યું તે ના મળ્યા સરખું. ૨૦ સમર્પણ ધર્મના માળે, ઉપગ્રહમાં મળ્યું જાતું;
બુદ્ધયશ્વિસન્તદષ્ટિએ, મળ્યું કીધું સકલ લેખે. ૨૧ સં. ૧૯૭ર માર્ગશીર્ષ સુદિ ૧
*शान्तिः ३
For Private And Personal Use Only