Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ આવી મર્યાદાને કારણે, મારા હાથે, આ પુસ્તકમાં એવા કાઈ છબરડો થવા પામ્યા ન હોય કે જેથી કાઈ વાત ખાટા કે વિકૃત રૂપમાં રજૂ થઈ હોય; અને જે કાઈ વાચક મિત્ર કે વિદ્વાનના ધ્યાનમાં આવી જે કંઈ ક્ષતિ આવે તે મને એની જાણુ કરવાની મહેરબાની કરે. ફરી છપાવવા જેવાં એ પુસ્તકો : અહીં એક સૂચન કરવાનું મન થાય છે. પૂનમિયા ગચ્છના શ્રી સર્વાંનન્દસૂરિજીએ “ શ્રી જગઙૂચરિત ” નામે સ ંસ્કૃત ભાષાનું કાવ્ય (મહાકાવ્ય) રચ્યું છે અને અંચળગના શ્રી અમરસાગરસૂરિજીએ “ શ્રી વધ માનપદ્મસિં હશ્રેષ્ઠીચરિત્ર નામે સંસ્કૃત કાવ્ય બનાવ્યું છે. આ બન્ને કાવ્યા પાર્ક ગમાં છે. “ શ્રી જગઙૂચરિત '' નું સંપાદન વિસ્૰ ૧૯૫૨માં શ્રી મગનલાલ દલપતરામ ખખ્ખરે કરેલું છે. અને એમાં એમણે એ ચરિત્રને અનુવાદ તથા ઘણી ઐતિહાસિક નોંધા પણ આપેલ છે. અને “ શ્રી વધ માનપદ્મસિંહશ્રેષ્ઠીચરિત્ર ”તું સંપાદન તથા ભાષાંતર પતિ શ્રી હીરાલાલ હુંસરાજે વિસ૦ ૧૯૮૦માં યુ` છે. આ બન્ને પુસ્તકા કચ્છના ઇતિહાસની દૃષ્ટિએ, ભારતના પ્રાચીન બંદૂરી વ્યવસાયની દૃષ્ટિએ, કચ્છના જૈન સંધના ઇતિહાસની દૃષ્ટિએ તથા જગડૂશા, વમાન શા, પસિહ શા, આચાય` શ્રી કલ્યાણુસાગરસૂરિજી જેવા આપણા પ્રભાવશાળી મહાપુરુષાનાં ચરિત્રાની દૃષ્ટિએ – એમ અનેક દૃષ્ટિએ – ઘણાં મહત્ત્વનાં અને ઉપયાગી છે; અને અત્યારે એ અપ્રાપ્ય છે. એટલે જો કાઈક સંસ્થા એની વધુ હસ્તપ્રતા મેળવીને, કાઈક સુમેગ્ય વિદ્વાન પાસે એનુ ફ્રી સંપાદન તથા ભાષાંતર કરાવીને તેમ જ ગ્રંથમાંની સામગ્રીનુ, અત્યારે ઉપલબ્ધ વિપુલ સામગ્રીના આધારે, ઐતિહાસિક પર્યાલયન લખાવીને, આ બન્ને પુસ્તકા ફરી છપાવશે તે। એણે, સાહિત્ય અને ઇતિહાસ ખન્ને દૃષ્ટિએ, ધણું ઉત્તમ કામ કર્યુ” લેખાશે. આ પુસ્તકને આવકાર : પરમપૂજય મુનિરાજ શ્રી કીતિચંદ્રવિજયજી મહારાજે વાત્સલ્યથી નીતરતા અને ખૂબ લાગણીભીના તથા આંતરસ્પશી શબ્દોમાં આ પુસ્તકને આવકાર આપ્યા છે, એને હું મારુ માટું સદ્ભાગ્ય લેખું છું. એમના આભાર હું કેવી રીતે અને કયા શબ્દોમાં માની શકું ? હું તે એટલું જ પ્રાર્થુ છું કે, એમના જેવા સ્નેહાળ, હિતસ્ત્રી સુહૃદ સમા સતેાની કૃપા મારા ઉપર હંમેશાં વરસતી રહે અને હું મારી જાતને એવી કૃપાને યેાગ્ય. બનાવવા પ્રયત્ન કરતા રહે. આ પુસ્તકના પ્રવેશક : કચ્છી સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી અને મારા પ્રત્યે મિત્રભાવ ધરાવતા શ્રીયુત દુલેરાયભાઈ કારાણી જેવા અનુભવી જતે, આ ઉંમરે કષ્ટ લઈને, આ પુસ્તક માટે ‘ પ્રવેશક' લખી આપીને મને ખૂબ એશિંગણુ બનાવ્યે છે. આ પ્રવેશક લખી આપવા ઉપરાંત એમણે, ૩૨ વર્ષ પહેલાં – સને ૧૯૪૫ની સાલમાં – પરમપૂજ્ય મુનિરાજ શ્રી પૂનમચંદ્રજી મહારાજે કચ્છના કેાઈ ભંડારની ભદ્રેશ્વર તીનું વન ધરાવતી એક હસ્તપ્રતની નકલ કરીને એમના ઉપર માકલી હતી, તે મને આપવાની જે ઉદારતા દાખવી છે, તેને હું કયારેય ભૂલી શકું એમ નથી. આ લખાણના તથા આવી જ શ્રી આણુ ૬જીભાઈ એ લખાવી રાખેલ કર્યાં છે.. આ Jain Education International કાઈ ખીજી પ્રતની નકલ તીના વણુ નનેા મે' આ For Private & Personal Use Only કરાવીતે એના આધારે પરિત પુસ્તકમાં સારા પ્રમાણમાં ઉપયાગ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 329