Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ ભાઈ કાંતિલાલ વગેરે ભાઈઓ મારા તરફ એવી આદરભરી લાગણી ધરાવે છે, અને મારા અંતરમાં પણ એમના પ્રત્યે નાના ભાઈઓ કે ભત્રીજા તરીકે એવી વાત્સલ્યની લાગણી વહ્યા કરે છે કે, જેથી આ વાત હું વધુ વખત ટાળી ન શકશે અને આ પુસ્તક લખી આપવાની જવાબદારી સ્વીકારવાનું વિચાર કર્યો. અમે ભદ્રેશ્વર તીર્થમાં ગયાં, એની પાછળ એ આશય પણ રહેલો હતું કે, પૂજ્ય વિદ્વાન અને વિચારક મુનિવરો તથા ભાઈશ્રી કાંતિભાઈ વગેરેની સાથે વાતચીત કરીને, આ પુસ્તક લખવાની જવાબદારી મારે લેવી કે નહીં એનો છેવટનો નિર્ણય કરવો. પૂજ્ય મુનિરાજોએ આવું પુસ્તક લખી આપવાની જવાબદારી સ્વીકાર કરવાના વિચારને પ્રોત્સાહન પણ આપ્યું અને ઊમિથી નીતરતા આશીવાદ પણ આપ્યા. ભાઈ કાંતિલાલ અને બીજા મિત્રોની લાગણીભીની માગણી તે ચાલુ જ હતી, તેથી હવે મારાથી એને ઈનકાર થઈ શકે એમ ન હત; એટલે મેં એ જવાબદારીને તા. ૧૪-૬-૧૯૭૪ના રેજ સહર્ષ સ્વીકાર કર્યો. ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય દરમ્યાન આ કાર્યમાં કેટલાક નાના-મોટા અવરોધો આવતા રહ્યા, પણ છેવટે આ કામ, મારા મનને સંતોષ થાય એ રીતે, પૂરું થઈ શકયું, અને મારી મહેનતનું પરિણામ આ પુસ્તકરૂપે યાત્રિકે, જિજ્ઞાસુઓ અને વાચકેના હાથમાં પહોંચી રહ્યું છે, એને કેવળ પરમાત્માની કૃપાનું જ ફળ લેખવું જોઈએ. ચાર દિવંગત આત્માઓનું સ્મરણ: આ પુસ્તકની વાત અહીં લખી રહ્યો છું ત્યારે, જેઓ આ કાર્યના પાયામાં રહેલા છે, તે ચાર દિવંગત આત્માઓનું સ્મરણ કરવું ઉચિત છે. આ ચાર દિવંગત મહાનુભાવો તે ભુજપુરનિવાસી પ્રજ્ઞાચક્ષુ પંડિતરત્ન શ્રી આણંદજીભાઈ દેવશીભાઈ શાહ, ગૂજર ગ્રંથરત્ન કાર્યાલયના સ્થાપકે અને અમારા સુખદુઃખના સાથી મિત્ર શ્રી શંભુલાલ જગશીભાઈ શાહ અને શ્રી ગોવિંદલાલ જગશીભાઈ શાહની બાંધવબેલડી તથા મારા ભાઈ શ્રી જયભિખુ (શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ). પંડિતવર્ય શ્રી આણંદજીભાઈના તો રોમરોમમાં શ્રી ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની ઊંડી ભક્તિની સરિતા વહેતી હતી. આ તીર્થસ્થાનમાં અત્યારે પણ સર્વત્ર જે સુવ્યવસ્થા અને સ્વચ્છતા જોવા મળે છે, તેનું મૂળ આ પ્રજ્ઞાચક્ષુ પંડિતજીની આવી તીર્થભક્તિ, અજબ કાર્યસૂઝ અને વ્યવસ્થાદષ્ટિમાં પણ રહેલું છે. આ તીર્થને ઈતિહાસ લખાવવાની એમની ઝંખના બહુ ઉત્કટ હતી. અને એને પૂરી કરવા માટે એમણે, શ્રી શંભુભાઈ તથા શ્રી ગોવિંદભાઈ મારફત, એ જવાબદારી સ્વીકાર કરવા ભાઈશ્રી જયભિખુને સમજાવી લીધા પણ હતા. અને ભાઈશ્રી જયભિખુએ, ૫. શ્રી આણંદજીભાઈ, શ્રી શંભુભાઈ તેમ જ પોતાના કેટલાક મિત્રો સાથે, આ તીર્થસ્થાનની તથા કચ્છના કેટલાંક બીજાં તીર્થસ્થાનની મુલાકાત લઈને એ માટેની તૈયારી પણ કરવા માંડી હતી. પણ ભાવીને સંકેત કંઈક જુદો હશે, તે એ કામ આગળ વધે એ પહેલાં જ, એક પછી એક, એ ચારે મહાનુભાવો સદાને માટે વિદાય થઈ ગયા ! આ પુસ્તક બહાર પડી રહ્યું છે ત્યારે, એક ભાઈએ સ્વીકારેલું કામ બીજા ભાઈએ પૂરું કર્યાને કંઈક આલાદ મારું ચિત્ત અનુભવી રહ્યું છે, એ માટે બહુ જ વિનમ્રતા સાથે સ્વીકારવું જોઈએ. કરછ સંબંધી કેટલીક માહિતી: આ પુસ્તકના લખાણને કેવળ ભદ્રેશ્વર તીર્થ અને એના ઇતિહાસ સાથે સંબંધ ધરાવતી માહિતી રજૂ કરવા પૂરતું જ મર્યાદિત ન રાખતાં કચ્છની ધરતી, પ્રજા અને સંસ્કૃતિની કેટલીક જાણવા જેવી, બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 329