Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ આ પુસ્તક સંબંધી કેટલીક વાત (પ્રસ્તાવના) કચ્છનું ભદ્રેશ્વર ગામ એ જેમ એક પ્રાચીન જૈન તીર્થધામ છે, તેમ એ સ્થાન સાથે અનેક નેધપાત્ર ઘટનાઓ તથા નામાંકિત વ્યક્તિઓનો ઈતિહાસ સંકળાયેલ છે. અને કચ્છના એક મહાન પ્રતાપી પુરુષ શ્રેષ્ઠી જગડ્રથાનું નામ તો આ તીર્થભૂમિ સાથે એટલું બધું એકરૂપ બની ગયું છે કે, એકનું નામ લેતાં બીજાનું સ્મરણ સાવ સહજપણે થઈ આવે છે. અને છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, જેમ દેશભરમાં આ તીર્થની ખ્યાતિમાં અને એના યાત્રિકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે તેમ, એના એક સ્વાભાવિક પરિણામરૂપે, એની જાહેરજલાલીમાં તથા સગવડોમાં પણ સારા પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. દર વર્ષે દેશના દૂરના તેમ જ નજીકના પ્રદેશમાંથી કેટલાં બધાં યાત્રિકે આ તીર્થની યાત્રાએ આવે છે અને આનંદ અને સંતોષનું કેવું મધુર સ્મરણ પિતાની સાથે લઈ જાય છે! આવી આવકારદાયક પરિસ્થિતિને કારણે, તીર્થની યાત્રાએ આવતા અનેક જિજ્ઞાસુ અને સહૃદય યાત્રિકોને લાગ્યા કરતું હતું કે, આ તીર્થ સંબંધી સવિસ્તર માહિતી પૂરી પાડતો એને ઈતિહાસ તૈયાર કરાવવો જોઈએ. આજે આ પુસ્તક “ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ” વાચકે, જિજ્ઞાસુઓ અને ઇતિહાસના પ્રેમીઓ સમક્ષ રજૂ થઈ શકયું છે, એનું બીજ આ વિચારમાં રહેલું છે. જવાબદારી સ્વીકાર : સને ૧૯૭૪ની સાલના જૂન મહિનામાં પરમપૂજય બાગના સાધક મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ તથા એમના ત્રણ ભત્રીજ- મુનિવરો પરમપૂજય મુનિરાજશ્રી મનિચંદ્રવિજયજી મહારાજ, પરમપુજ્ય મુનિરાજ શ્રી કીતિ ચંદ્રવિજયજી મહારાજ તથા પરમપૂજ્ય મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ ભદ્રેશ્વરમાં બિરાજતા હતા. એ બધા મુનિવરોની સરળતા, ઉદારતા, સહદયતા, ગુણગ્રાહક દષ્ટિ, ત્યપરાયણતા, વત્સલતા વગેરે ગુણેને કારણે કેટલાંક વર્ષોથી હું એમના નિકટના સંપર્કમાં આવ્યો હતો અને જેમ જેમ એમના સત્સંગને લાભ મળતો ગયો, તેમ તેમ એમના તરફના મારા આદરમાં વધારો થતો રહ્યો છે. એટલે, થડાક દિવસ માટે આરામ લેવાની જરૂર લાગી ત્યારે, સ્વાભાવિક રીતે જ, મને ભદ્રેશ્વર તીર્થમાં જવાનો વિચાર આવ્યો, જેથી આવા ચણિયલ મુનિવરોને સત્સંગ પણ થઈ શકે અને આરામ-આનંદ પણ મળી શકે. એટલે અમે (હું, મારાં પની તથા મારી પુત્રી ચિ. માલતી) તા. ૬-૬-૧૯૭૪ના રોજ ભદ્રેશ્વર પહોંચ્યાં અને ત્યાં તા. ૨૦૬-૧૯૭૪ સુધી પૂરા પંદર દિવસ રોકાયાં. અમે ભદ્રેશ્વર ગયાં એના ત્રણ-ચાર વર્ષ પહેલાંથી ગુજરાતની ( અમદાવાદની) સુપ્રસિદ્ધ પ્રકાશનપેઢી ગુજર ગ્રંથરત્ન કાર્યાલયવાળા ભાઈ કાંતિલાલ ગોવિંદલાલ શાહ વગેરે ભાઈ ઓ ભદ્રેશ્વર તીર્થનો ઇતિહાસ લખી આપવાની જવાબદારી લેવાનો મને આગ્રહ કરી રહ્યા હતા; અને એ કામને હું પહેચી વળી ન શકું એમ કહીને હું એ વાતને ટાળી રહ્યો હતો. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 329