________________
૧૪ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૪)
उज्जुसुय पढमवज्जं सेसनया लद्धिमिच्छंति ॥८८९॥ व्याख्या : समुत्थानतो वाचनातो लब्धितश्च नमस्कारः समुत्पद्यते इति वाक्यशेषः, सम्यक् सङ्गतं प्रशस्तं वोत्थानं समुत्थानं तन्निमित्तं नमस्कारस्य, कस्य समुत्थानम् ?,
अन्यस्याश्रुतत्वात्तदाधारभूतत्वात् प्रत्यासन्नत्वाद् देहस्यैव गृह्यते इति, युक्तं च देहसमुत्थानं 5 नमस्कारकारणं, तद्भावभावित्वान्यथाऽनुपपत्तेरिति, अतः समुत्थानतः १, वाचनं वाचना-परतः
श्रवणम्, अधिगम उपदेश इत्यनर्थान्तरं, सा च नमस्कारकारणं, तद्भावभावित्वादेवेति, अतो वाचनातः २, लब्धिः-तदावरणकर्मक्षयोपशमलक्षणा, सा च कारणं, तद्भावभावित्वादेव, अतो लब्धितश्च ३, पदान्तप्रयुक्तश्चशब्दो नयापेक्षया त्रयाणामपि प्राधान्यख्यापनार्थः । अत एवाह
'पढमे णयत्तिए तिविहंति प्रथमे नयत्रिकेऽशुद्धनैगमसङ्ग्रहव्यवहाराख्ये विचार्ये समुत्थानादि 10 त्रिविधं नमस्कारकारणमिति, आह-प्रथमे नयत्रिकेऽशुद्धनैगमसङ्ग्रहौ कथं त्रिविधं कारणमिच्छतः?, પ્રથમ સિવાયના બે કારણોને અને શેષ નયો લબ્ધિને કારણરૂપે ઈચ્છે છે.
ટીકાર્થ : સમુત્થાનથી, વાચનાથી અને લબ્ધિથી નમસ્કાર ઉત્પન્ન થાય છે એ પ્રમાણે વાક્યશેષ જાણવો. (૧) સમુત્થાન : તેમાં સમ્યક્ એટલે સંગત અથવા પ્રશસ્ત એવું જે ઉત્થાન
તે સમુત્થાન. આ સમુત્થાન એ નમસ્કારનું કારણ છે. કોનું સમુત્થાન નમસ્કારનું કારણ છે ? 15 તે કહે છે કે (૧) બીજા કોઈનું સમુત્થાન સંભળાતું ન હોવાથી (૨) દેહ નમસ્કારના આધારભૂત
હોવાથી અને (૩) અત્યંત નજીક હોવાથી દેહનું જ સમુત્થાન ગ્રહણ કરાય છે. વળી દેહનું સમુત્થાન એ નમસ્કારનું કારણ છે એ વાત યુક્તિયુક્ત પણ છે કારણ કે દેહના સમુત્થાન વિના નમસ્કારની ઉત્પત્તિ ઘટતી નથી. (પંક્તિનો અર્થ આ પ્રમાણે તાવે (દહનું સમુત્થાન હોય તો જ) ભાવિ
(નમસ્કાર છે, તેથી નમસ્કાર એ તાવમવિ કેહવાય. તેમાં તાવમાંવિત્વ આવ્યું. નમસ્કારમાં 20 રહેલ આ તત્વમવિત્વ કથા = દેહના સમુત્થાન વિના ઘટી શકતું નથી.) આથી સમુત્થાનથી નમસ્કારની ઉત્પત્તિ એ પહેલું કારણ કહ્યું.
(૨) વાચના : બીજા પાસેથી સાંભળવું તે વાચના. વાચના, અધિગમ કે ઉપદેશ બધા સમાનાર્થી શબ્દો છે. આ વાચના એ નમસ્કારનું કારણ છે, કારણ કે વાચના હોય તો જ નમસ્કારની ઉત્પત્તિ છે. આથી વાચના એ બીજું કારણ કહ્યું.
(૩) લબ્ધિ : નમસ્કારના આવરણભૂત કર્મોના ક્ષયોપશમરૂપ લબ્ધિ. આવી લબ્ધિ હોય તો જ નમસ્કારની ઉત્પત્તિ થતી હોવાથી તે ત્રીજું કારણ કહ્યું. (ભાવાર્થ એ છે કે – 'જીવ પાસે દેહ હોય, ગુરુ પાસેથી વાચના ગ્રહણ કરે અને પોતાને કર્મનો ક્ષયોપશમ થાય તો પોતાનામાં નમસ્કારની ઉત્પત્તિ થાય છે.) મૂળગાથામાં ‘સમુદ્રાણવાયાર્નાિદ્ધિનો ય' અહીં ત્રણે પદો પછી પ્રયોગ
કરેલ “ઘ' શબ્દ ત્રણે કારણો નયની અપેક્ષાએ પ્રધાન છે એવું જણાવે છે. આથી જ કહ્યું છે 30 કે – અશુદ્ધનૈગમ, શુદ્ધસંગ્રહ અને વ્યવહાર નામના પ્રથમ ત્રણ નવો સમુત્થાનાદિ ત્રણને
નમસ્કારના કારણ માને છે.
25