Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 7
________________ એક નજર ઈધર ભી વિદ્વાનો નન્યાયને “સિંહમુખી ગૌ” કહે છે. દૂરથી ડર લાગે પણ નજીક ગયા છે તે બાદ (પરિભાષાઓ સમજાયા બાદ) ગાયની જેમ અત્યંત સરળ. શકસંવત ૭૦૦ થી ૧૧૦૦ વચ્ચે થયેલ ગંગેશ ઉપાધ્યાયે શરૂ કરેલી નવ્ય શૈલી ? કે પછી તો અત્યંત વ્યાપક બની રહી. પદાર્થને સ્પષ્ટ કરવાની સચોટતાને લઈને પછી આ આ તો પ્રાયઃ અન્ય દર્શનીય પણ દરેક વિદ્વાનોએ નવ્યશૈલીમાં ગ્રંથરચના શરૂ કરી, કે - ગંગેશની પરંપરામાં વર્ધમાન - પક્ષધર, પ્રગલ્થ-વાચસ્પતિ-યજ્ઞપતિ-વાસુદેવSS સાર્વભૌમ-ચક્રવર્તી રઘુનાથ શિરોમણિ - ભવાનંદ વગેરે વિદ્વાનોએ વિસ્તૃત વ્યાખ્યાનો કર્યા. છે અને તે વ્યાખ્યાનો પણ જગદીશ, ગદાધર, મથુરાનાથ આદિએ વિસ્તાર્યા. હાલ રે Sછે નજીકના જ સમયમાં થયેલા મિથિલાવાસી ધર્મદત્ત (બચ્ચા) ઝા (વિક્રમ સં. ૧૯૧૭, 3 જન્મ) એ વ્યાપ્તિપંચકથી માંડી લગભગ સંપૂર્ણ તત્ત્વચિંતામણી પર ક્યાંક વિવેચનાત્મક જ જ ટીકા તો ક્યાંક ટીપ્પણો રચી. સામાન્ય નિયુક્તિ, વ્યુત્પત્તિવાદાદિ આકર ગ્રંથો પર ગૂઢાર્થતત્કાલોક નામે રચાયેલી તેમની ટીકાઓ અત્યંત વિદ્વત્તાપૂર્ણ છે કે જે ટીકાઓ ને છે પણ અન્ય ટીકા વગર ન બેસે. તેમણે ખુદ ૧ લાખથી પણ અધિક શ્લોકપ્રમાણ છે ૨૪ નવ્યન્યાયસાહિત્યસર્જન કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધીમાં ૩૦ લાખથી પણ અધિક શ્લોક પ્રમાણ છે આ નવ્ય ન્યાયસાહિત્ય રચાયેલું કહેવાય છે. તેમ છતાં આજે મિથિલા-બંગાળ આદિમાં જ 3 નવ્ય ન્યાય પરંપરા ડૂસકાં ખાતી દેખાય છે. આવતી કાલે ? આ પ્રસ્તુત ગ્રંથના મૂળ અવચ્છેદકત્વ પદાર્થની ચર્ચા “ચિંતામણી'માં નથી. આ પર તાર્કિકશિરોમણિ રઘુનાથે દીધિતિમાં કરેલ ચર્ચા પર જગદીશનું વિસ્તૃત વિવેચન અહીં છે. જે હેત્વાભાસગ્રંથોમાં પ્રભુત્વશાલી એવા ગદાધરના વિસ્તૃત વિવેચનશૈલીવાળા ગ્રંથો છે ૪ વિદ્વાનોને આકર્ષતા હોવાથી “મોહક' કહેવાતા હોવા છતાં પણ વ્યાપ્તિગ્રંથોમાં તો આ જગદીશનું જ પ્રભુત્વ અખંડિત છે. જગદીશના ગ્રંથો વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી હોઈ જ BY “વ્યુત્પાદક' કહેવાય છે. જગદીશ બહુ સચોટ તથા સંક્ષિપ્ત વર્ણન કરે છે જેથી શંકા B રહેતી નથી. છે. સાધુજીવનના પ્રાણ સમાન “સ્વાધ્યાયમાં પ્રેરક હોઈ જગદીશના જીવનની કેટલીક છે આ વાતનો સપ્રસંગ અહીં ઉલ્લેખ કરું છું. ૧૮ વર્ષની ઉંમરે ભણવાની લગની લાગી ત્યારે તો માત્ર બારાખડી જ આવડતી. જે S; પણ હિંમત ને ઉત્સાહથી આગળ વધ્યા. રાત્રે વધુ ભણવા, ઊંઘ ટાળવા ચોટલીને 3

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146