Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ જુદસદ મળતી નહોતી, તોપણ ગંગાબેન શેઠાણીના હુકમથી સર્વ કાર્યો પડતાં મુકીને તે સમેતશિખર ગયા. ત્યાં લકત્તામાં આગગાડીથી હાથને ઘણું ઈજા થઈ તે પણ તેમણે પોતાના કાર્યમાં અડગતા રાખી, અને જેન બોડીંગ ઉપર મદદ મેકલી. વિ. સં. ૧૯૬૩ માં અમદાવાદમાં જેન વેતાંબર મૂર્તિપૂજક કેન્ફરન્સ ભરાવવામાં તેમણે આગેવાની ભર્યો ભાગ લીધો હતો, અને શેઠ મનસુખભાઈ ભગુભાઈના જેકે પહેલાં કોન્ફરન્સ નહીં ભરવા સંબંધી વિચારો હતા તોપણ તેમને મેળવી લીધા અને તે વખતે . શેઠ, લાલભાઈએ મોટી સખાવત જાહેર કરી અને તેમાંથી પોતાની માતાના નામે શેઠાણું ગંગાબાઈ જૈન કન્યાશાળાની સ્થાપના કરી. તથા પિતાના પિતાના નામે શેઠ દલપતભાઈ ભગુભાઈ ધર્મશાળા. (મરીચી પોળમાં) બંધાવી કે જેને પરદેશી જેનો હાલ પણ લાભ લે છે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પણ જૈન કોન્ફરન્સમાં સારી સખાવત જાહેર કરી અને તેમણે અનેક દેરાસરના જીર્ણોદ્ધાર તથા એક જૈન સ્કુલ ચલાવવી શરૂ કરી કે જે હાલ પણ ચાલે છે. આણંદજી કલ્યાણજીની પેઢી વગેરેનાં ધાર્મિક કાર્યો કરવામાં શેઠ લાલભાઈ અને મનસુખભાઈ એ બેની હેમાભાઇની તથા હઠીભાઈના જેવી રામ લક્ષ્મણની જોડી હતી. બન્ને સંપીને કાર્ય કરતા હતા. તારંગાજીના કાર્ય માટે જ્યારે તારંગાજીમાં દિગંબર મહાસભા ભરાઈ હતી તે વખતે મેં ગેધાવીથી વિહાર કરીને અમદાવાદ મુકામ કર્યો અને બન્ને મારી પાસે આવ્યા અને જે કેમ તરફથી બન્નેએ સારી રીતે કાર્ય પાર પાડ્યું, મારી પાસે તેમજ શ્રીમાન વિજયનેમિસુરિજની પાસે બન્ને વારંવાર આવતા હતા. લાલભાઈ શેઠ દરરોજ સામાયિક અને પ્રભુપૂજા તથા માતાના પગમાં પડી નમન કરવું એ ત્રણ કાર્ય ચૂકતા નહોતા. દરરોજ તેઓ સામાયિકમાં શ્રીમાન આનંદઘનજીનાં પદો તથા વૈરાગ્ય ભાવવાળાં પુસ્તકો વાંચતા હતા. માતાજીની આજ્ઞા ગમે તેવી હોય તો પણ તે ઉઠાવતા હતા. તે માતૃક હતા. તે કહેતા હતા કે એક તરફ મારી માતા અને એક તરફ આખી દુનિયા. દુનિયા ખીજે અને માતા જેથી જે તે દુનિયાની ખીજ સહીને પણ માતાની રીજ પામવી. આવી તેમની માતૃભક્તિની અચળ શ્રદ્ધા હતી. વિ. સં. ૧૯૬૮ ના જેઠ વદિ પાંચમની સવારમાં તેમણે સ્વમાતાના ખોળામાં માથું મૂકી શરીરને ત્યાગ કર્યો અને શુભ ગતિ પામ્યા. તેમણે પિતાના જીવતાં છેલ્લા વર્ષમાં પોતાના ભાઇ, મણિભાઈને તથા શેઠ જગાભાઈને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 124