Book Title: Atmashikshabhavnaprakasha Granth
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થવું, ગંગાબેન શેઠાણીને શ્રી રવિસાગરજી ઉપર ગુરૂભાવ હતો. શેઠ દલપતભાઈ ભગુભાઈનું વિ. સં. ૧૯૪૬માં મરણ થયું. તે વખતે શેઠ લાલભાઈની સત્તાવીશ વર્ષની ઉંમર હતી. લાલભાઈ શેઠે ૧૯૫૪-૫૫માં મીલ કરી મીલ એજન્ટ થયા. લાલભાઈ શેઠ વ્યાપારમાં બાહોશ થયા. તેમજ સરકારમાં પણ પોતાને મોભે વધારી પ્રતિષ્ઠિત થયા. તેમજ રે વગેરે કાર્યોમાં પણ તેઓ પોતાના અધિકાર પ્રમાણે કાર્ય કરવા લાગ્યા. શેઠ લાલભાઈ શ્રી સિદ્ધાચલ વગેરે તીર્થોની રક્ષામાં ભાગ લેવા લાગ્યા. અમદાવાદમાં સ્થપાયેલી શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ તરીકે ચુંટાયા. તથા નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈના મરણ પછી તેમના વહીવટ કરનારા ટ્રસ્ટી થયા અને નગરશેઠ મયાભાઈની મિલ્કતનો સારી રીતે તેમણે વહીવટ કર્યો તેમજ તે મીલના ધંધામાં બાહોશીથી સારી રીતે આગળ વધ્યા. પાલીતા નાઠાકારની સાથે સિદ્ધાચલ તીર્થના કેશમાં રાજશાહ મહેતા બારીષ્ટરની સાથે સારી રીતે બાથ ભીડીને રાજકોટના પોલીટીકલ એજન્ટની આગલ પોતે ફાવ્યા તેથી જેના કામમાં તેમનું નામ જ્યાં ત્યાં વખણાવા લાગ્યું. લોર્ડ કર્ઝન જ્યારે આબુપર આવ્યા, અને સરકાર તરફથી લેડકઝને આબુજીનાં જૈન દેરાસરે સુધરાવવા માટે, આબુપર શેઠ લાલભાઈ દલપતભાઈને જણાવ્યું તે વખતે શેઠ લાલભાઈએ બાહોશથી જવાબ આપ્યો કે હું પોતે દેરાસર સુધારવા માટે દશ-વીશ લાખ રૂપીયા આપી શકું તેમ છું તેમજ શેઠ મનસુખભાઈ ભગુભાઈ પણ મારા કરતાં વિશેષ રૂપીયા આપી શકે તેમ છે. અને બીજા શેઠીયાઓને વાત તે જુદી છે. સરકાર તરફથી તમો કેટલા રૂપિયા આપી શકે તેમ છે ? લોર્ડ સાહેબ તે શેઠ લાલભાઇના આવા વચનથી ચૂપ થઈ ગયા અને દેરાસર સંબંધીમાં વચ્ચે હાથ ઘાલવાની વાત ગળી ગયા અને જેનઝેમની પ્રશંસા કરી. વિ. સં. ૧૯૬૨માં મારો સાધુદશામાં શેઠ લાલભાઈ સાથે પરિચય થયો. તેમના વંડામાં મારૂં બે માસ સુધી રહેવાનું થયું હતું, તેથી તેમના ગુણોનો મને પરિચય થયો. વિ સં. ૧૯૬૨માં અમારા ઉપદેશથી દાનવીર શેઠ લલુભાઈ રાયજીએ જેન બોડીંગની સ્થાપના કરી તે પ્રસંગે શેઠ. લાલભાઈએ પણ બેડ ગના ફંડમાં ટીપ ભરાવી હતી, પોતાની માતાની આજ્ઞાને તેઓ પ્રભુની અને ગુરૂની આજ્ઞા જેવી માનતા હતા. જેન વેતાંબર અને દિગંબર વચ્ચે સમેતશિખર તીર્થ સંબંધી કેસ ચાલતો હતો. શેઠ લાલભાઈને એક ઘડીની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 124