Book Title: Arshbhiyacharit Vijayollas tatha Siddhasahasra Namkosh
Author(s): Yashovijay
Publisher: Yashobharati Jain Prakashan Samiti
View full book text
________________ [ 10 ] ભાષા રચનાને ભાષામાં સમજનારા ઓછા થઈ ગયા. સાધુશ્રમણસંઘમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે ઘટેલે આદ, આ બધા કારણે તત્કાલ સારૂં ભાષાંતર થઈ શકે તેવી શક્યતા ન હોવાથી અહીં આપી શકાયું નથી. એટલે આ ગ્રન્થને ઉપકેગ કેટલે થશે એની ચિંતા છતાં, ચિંતા ન કરતાં ઉપાધ્યાય જીની ઘણું મહામૂલી કૃતિઓ કાળના ખપ્પરમાં સ્વાહા થઈ ગઈ તેમ, નવી ઉપલબ્ધ કૃતિઓનું ન બને અને તે ચિરંજીવ બની રહે, એ ઉદ્દેશથી . સંસ્થા પ્રકાશન કાર્ય કરી રહી છે. હવે પ્રતિ પરિચય જોઈએ. આર્ષભીની પ્રતિને જરૂરી પરિચય આર્ષલીયની પ્રતિનું દીર્ઘ માપ 9 ઇંચ એક દેરો, પહોળાઈ 4 ઇંચ બે દશા છે. પહેલા ખાનામાં પંક્તિ 13 છે. પ્રારંભના પાંચ ખાનામાં અક્ષરો એક ઇચમાં ચારથી પાંચ સમાય તેવડા મોટા લખ્યા છે. તે પછી અક્ષરે નાના થતા જાય છે. પત્ર દીઠ પંક્તિપ્રમાણ 14 થી 19 સુધીનું પહોંચે છે. અને અક્ષર સંખ્યામાન એક ઈંચમાં વધતું ગયું છે. આ પ્રતિ એક જ હાથે લખાઈ હોય તેમ લાગતું નથી. પણ પાછળનું લખાણ ખુદ ઉપાધ્યાયજીના પિતાના અક્ષરમાં હેય તેમ સમજાય છે. પ્રતિની સ્થિતિ સારી છે. આની એક જ નકલ મળી છે. કાળી શાહીમાં લખાઈ છે. એક ભક્તજનની વિનંતિથી તેને સંભળાવા માટે આ રચના કરી છે તેવું લેખકે જણાવ્યું છે. વળી અતિમ કલેકમાં તેમને પોતાને પદ એવા જ શબને પ્રવેગ કર્યો છે. આર્ષીય પ્રતિ અંગેની આલેચના પૂરી થઈ 1. કેટલાક પ્રાચીન ગ્રન્થકારો ગ્રન્થના અન્તિમ બ્લેકમાં પૂર્ણાતિમાં